Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

એજન્ટ મારફત મલેશિયા ગયેલા ભારતના પશ્ચિમ બંગાળના ૯ મજુરો મુશ્કેલીમાં ઃ કોન્ટ્રાકટ મુજબ કામ તથા વળતર આપવાને બદલે પાસપોર્ટ કબ્જે કરી લીધાઃ સાંસદ મૌસમ નૂર દ્વારા દૂતાવાસ સમક્ષ રજુઆત કરાતા ભારત પરત મોકલવાની વ્યવસ્થા કરાઇ

મલેશિયાઃ મલેશિયામાં મે તથા જૂન માસ દરમિયાન કન્સ્ટ્રકશન કામ માટે ગયેલા પ.બંગાળના ૯ મજૂરો અટવાઇ ગયા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. એજન્ટ દ્વારા ગયેલા આ મજુરોને કોન્ટ઼ાકટ મુજબ કામ તથા વળતર અપાયા નહોતા. એટલું જ નહિં તેમના પાસપોર્ટ પણ કબ્જે કરી લેવાયા હતા. આથી તેમણે પોતાના પરિવારજનો મારફત સાંસદ મૌસમ નૂર સમક્ષ રજુઆત કરવા જણાંવ્યું હતુ. જેમણે મલેશિઆ ખાતેના ભારતના રાજદૂત સાથે વાતચીત્ત કરતા આ મજુરોના પાસપોર્ટ  પરત અપાવી તેઓને ભારત મોકલવાની વ્યવસ્થા કરાઇ હતી.

(9:03 pm IST)