Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

અમેરિકામાં ભારતીયતાના શંખનાદની તૈયારી પૂર્ણ : સાત સમંદર પાર સ્વદેશની ધરતીની મ્હેક ઉઠશે : 'ચલો ઇન્ડિયા' આયોજનમાં દુનિયાભરના ભારતીયો ઉમટશે : 'AIANA'નું ઝગમગતું આયોજન

રાજકોટ : આજથી અમેરિકાના ન્યૂજર્સીમાં ભારતીયતાનો ગૌરવવંતો શંખનાદ થવાનો છે. 'આઇના' દ્વારા 'ચલો ઇન્ડિયા'નો પ્રારંભ થઇ રહ્યો છે. તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. આ આયોજનમાં દુનિયાભરમાંથી ભારતીયો ઉમટવાના છે. ત્રિદિવસીય વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો લોકોના દિલો - દિમાગમાં અંકિત થઇ જશે. ઝગમગતા આયોજન બદલ 'AIANA' પર અભિનંદનો વરસી રહ્યા છે. તસ્વીરોમાં ન્યૂજર્સી ખાતે જ્યાં 'ચલો ઇન્ડિયા' કાર્યક્રમ સ્થળની છે. તૈયારીને આખરીઓપ અપાઇ રહ્યો છે. મહેમાનોના સ્વાગત - મનોરંજન માટે પૂરતી સુવિધા ગોઠવાઇ છે. 'AIANA'ના પ્રમુખ સુનીલ નાયક તથા પ્રફુલ્લ નાયક અને તેની ટીમ સતત જહેમત ઉઠાવી રહી છે. સાત સમંદર પાર ભારતીય ભૂમિની મ્હેક પ્રસરાવી દીધી છે. આયોજન સ્થળે મિનિ ભારત સર્જી દેવાયું છે. કાર્યક્રમ સ્થળે પ્રવેશદ્વાર છે ત્યાં જ ઇન્ડિયા ગેઇટનું નિર્માણ કરાયું છે. આ ગેઇટમાં પ્રવેશતાની સાથે ભારતમાં પ્રવેશ્યાનો અહેસાસ થાય છે....

(10:05 am IST)