Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ : આંતર રાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા માટેના યુ.એસ.ના રાજદૂત તરીકે ઇન્ડિયન અમેરિકન રાશદ હુસેનની નિમણુંક : પ્રેસિડન્ટ જો બિડને આપેલી નિમણૂકને સેનેટની બહાલી મળ્યે આ પદ ઉપર સ્થાન મેળવનાર અમેરિકાના સૌપ્રથમ મુસ્લિમ પ્રતિનિધિ તરીકેનો વિક્રમ સર્જાશે

ન્યુયોર્ક : અમેરિકાના પ્રેસિડન્ટ જો બિડને ઇન્ડિયન અમેરિકન રાશદ હુસેનની નિમણુંક ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ એટલે કે આંતર રાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા માટેના યુ.એસ.ના રાજદૂત તરીકે કરી છે. જો બિડને આપેલી નિમણૂકને સેનેટની બહાલી મળ્યે આ પદ ઉપર સ્થાન મેળવનાર અમેરિકાના સૌપ્રથમ મુસ્લિમ પ્રતિનિધિ તરીકેનો વિક્રમ સર્જાશે .
યુ.એસ.સ્ટેટ્સ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USICRF) દર વર્ષે વિશ્વભરમાં ધાર્મિક સ્વતંત્રતાનો વાર્ષિક અહેવાલ પ્રકાશિત કરે છે કારણ કે તે વિશ્વભરમાં ધાર્મિક સ્વતંત્રતાની હિમાયત કરે છે

.આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા માટે એમ્બેસેડર-એટ -લાર્જની જગ્યા કોંગ્રેસ દ્વારા રાજ્ય વિભાગમાં "વિદેશમાં ધર્મની સ્વતંત્રતાના અધિકારને આગળ વધારવા, તે અધિકારના ઉલ્લંઘનની નિંદા કરવા અને યોગ્ય પ્રતિસાદની ભલામણ કરવા માટે શરૂ કરવામાં આવી હતી. તેવું એનઆરઆઈપી દ્વારા જાણવા મળે છે.

 

(8:32 pm IST)