Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

પાકિસ્તાનમાં લઘુમતી હિન્દૂ કોમ ઉપર જોર જુલમનો વિડિઓ વાઇરલ : હિન્દૂ યુવકને માર મારી દેવી દેવતાઓ વિષે અપશબ્દો બોલવા મજબુર કર્યો : અલ્લાહ હો અકબર બોલવા ફરજ પાડી : આરોપીની ધરપકડ

 ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં લઘુમતી હિન્દૂ કોમ ઉપર જોર જુલમનો વધુ એક બનાવ બહાર આવ્યો છે. જે મુજબ મુકેશ ભીલ નામક યુવાનને માર મારી હિન્દૂ દેવી દેવતાઓ વિષે અપશબ્દો બોલવા મજબુર કરાયો હતો. યુવક પોતાને છોડી મુકવા કાકલુદી કરી રહ્યો હોવાનું વીડીઓમાં દર્શાવ્યું છે. તેમ છતાં તેને જોર જુલમથી અલ્લાહ હો અકબર બોલવા ફરજ પાડવામાં આવી હતી.

વિડીઓના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(1:02 pm IST)