Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

નેપાળમાં ઓલીએ વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ પ્રજાના કામો કોરાણે : રાજકીય પક્ષો ટાંટિયા ખેંચમાં મશગુલ : સત્તાધારી પાર્ટીમાં આંતરિક મતભેદ બાદ હવે વિરોધ પક્ષમાં પણ આપસી ધમસાણ

કાઠમંડુ : નેપાળમાં કે.પી.શર્મા ઓલીના વડાપ્રધાન પદ  સાથે સત્તા ઉપર આવેલી સરકારમાં આંતરિક મતભેદ શમવાનું નામ લેતો નથી તેવા સંજોગોમાં વિરોધ પક્ષોના નેતાઓએ પણ અંદરો અંદર ખેંચતાણ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ વિપક્ષી પાર્ટી નેપાળી કોંગ્રેસના નેતા શેર બહાદુર દેઉબા વિરુદ્ધ તેમની  જ પાર્ટીના બે આગેવાનો રામચંદ્ર પોન્ડયાલ, અને શશીકાંત કોઇરાલાએ બેન્ડ પોકાર્યું  છે.તેઓના મતે પાર્ટી અધ્યક્ષ પાર્ટીના બંધારણ મુજબ કામ કરતા નથી.તથા સભ્યોને પારદર્શક વહીવટ આપતા નથી.

(12:37 pm IST)