Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

સિંગાપોરમાં ભારતીય મૂળના નાગરિક ઉપર વંશીય ટિપ્પણીઃચીની મૂળના નાગરિકને કોર્ટએ ૪ સપ્તાહની જેલસજા ફરમાવી ૧ હજાર ડોલરનો દંડ કર્યો

સિંગાપોરઃ સિંગાપોરમાં ભારતીય મૂળના નાગરિક રામચંદ્રન ઉમાપતિ જયારે લિફટમાં પ્રવેશ્યા ત્યારે તેના ઉપર વંશીય ટિપ્પણી કરવાના આરોપસર ચીની મૂળના નાગરિકને કોર્ટએ ૪ સપ્તાહની જેલસજા ફરમાવી છે. તથા ૧ હજાર સિંગાપોર ડોલરનો દંડ કર્યો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

આરોપીએ કોર્ટ સમક્ષ ગૂનાની કબૂલાત કરી લીધી હતી.

(9:03 pm IST)