Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે રવીવાર ર૯મી જુલાઇના રોજ એક ટવીટ દ્વારા કોંગ્રેસના રાજકીય નેતાઓને ઇમીગ્રેશનના હાલના કાયદાઓમાં જરૂરી સુધારાઓ કરવા તથા અમેરાકાની સરહદો પર દિવાલ બાંધવા જરૂરી નાણા પર મંજુરીની મહોર મારવા કરેલી વિનંતી અને જો તેમ ન કરવામાં આવશે પછી ૩૦મી સપ્‍ટેમ્‍બર બાદ સરકારી વહીવટી તંત્ર જરૂરી નાણાંની મંજુરીનચા અભાવે ઠપ્‍પ થઇ જશે તો પ્રમુખશ્રીને કોઇ વાંધો નથીઃ સમગ્ર અમેરીકામાં અમેરીકાના પ્રમુખશ્રીની આવી ધમકીથી તેઓ હાસ્‍યાસ્‍પદ ભૂમિકામાં આવી ગયેલા છેઃ ખુદ રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓ આવા પ્રકારની ધમકીથી ચિંતિત નથીઃ

( કપિલા શાહ દ્વારા) શિકાગોઃ  અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે જુલાઇ માસની ર૯મી તારીખને રવિવારે પોતાના એક ટવીટ દ્વારા કોંગ્રેસના ચુંટાયેલા તમામ સભ્‍યોને ચેતવણી આપતા સ્‍પષ્‍ટ જણાંવ્‍યું હતુ કે  જેઓ ઇમીગ્રેશન ખાતાના હાલના જે નિયમો છે તેમાં ક્રાંતિકારી સુધારાઓ કરવા તથા અમેરિકાની સરહદો પર જરૂરી દિવાલો બાંધવા માટે પુરતા પ્રમાણમાં નાણા ફાળવવામાં નિષ્‍ફળ જશે તો પછી  આગામી પાનખર ઋતુના સમય દરમ્‍યાન કેન્‍દ્ર સરકાર જરૂરી નાણાં ખર્ચના અભાવે કામ કરતી બંધ થશે તો તેની જવાબદારી  પોતાના શીરે રહેશ નહી માટે કોંગ્રેસના ચુંટાયેલા સભ્‍યો આ સમગ્ર પ્રશ્ને ઝડપથી  પગલા ભરે એવી સ્‍પષ્‍ટ ધમકી ઉચ્‍ચારતાં રાજકીય ક્ષેત્રે અનેક પ્રકારની ચહલ પહલ શરૂ થયેલી જોવા મળે છે.

પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ આ અહેવાલ લખાઇ રહ્યો છે તે વેળા બે દિવસનું મીની વેકેશન ન્‍યુજર્સીમાં વિતાવી રહ્યા છે તે વેળા તેમણે આ પ્રકારની ટવીટ કરતા દોડધામ મચી જવા પામેલ છે. તેમણે આ પ્રસંગે  સ્‍પષ્‍ટપણે જણાવ્‍યું હતું કે ઇમીગ્રેશન ખાતાના હાલના જે નિયમો છે તેમાં ક્રાંતિકારી સુધારાઓ કરવા જેમાં લોટરી વીઝા સીસ્‍ટમની નાબુદી, તેમજ  અમેરીકાની સરહદો પરથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશેલા લોકોની ધરપકડ  કર્યા બાદ તેનો છૂટકારો કરવાની હાલમાં જે કાર્યવાહી છે તેમાં ફેરફાર, તથા લાયકાત આધારિ ઇમીગ્રેશન પધ્‍ધતિ કે જેથી ભણેલા લોકો આ દેશમાં પ્રવેશ મેળવી શકે તે મુખ્‍યત્‍વે છે. તેમણે સપ્‍ટેમ્‍બર માસની ૩૦મી તારીખ સુધીમાં આ અંગે જરૂરી પગલા ભરવા માટે તાકીદ કરેલ છે અને જો તેઓ  તેને હલ કરવામાં નિષ્‍ફળ જશે તો જરૂરી નાણાં ખર્ચની મંજુરી વિના સરકાર કામ કરતી બંધ થશે તો તેમાં તેઓને કોઇપણ પ્રકારનો વાંધો રહેશે નહી એવું જણાવેલ છે.

કોંગ્રેસના નેતાઓ  આ  સમગ્ર  પ્રશ્નો અંગે ચિતિત છે કારણ કે આગામી નવેમ્‍બર માસની છઠૃી તારીખના રોજ હાઉસના તમામ  સભ્‍યો તથા સેનેટના નિવૃત થતા સભ્‍યોની ખાલી પડતી જગ્‍યાઓ માટે ચૂંટણીઓ યોજાનાાર છે અને  તે સમય પહેલા  આ સમગ્ર પ્રશ્નનો ઉકેલ લાવવો જરૂરી છે અને તેની સાથે સાથે અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે સુપ્રીમ કોર્ટના ન્‍યાયાધીશની ખાલી પડનારી જગ્‍યાના ઉમેદવાર તરીકે નામદાર ન્‍યાયાધીશ બ્રટ કવાનધના નામની ભલામણ કરેલ છે અને  આગામી આોકટોબર માસની ૧લી  તારીખ પહેલા  આ સમગ્ર પ્રક્રિય પરિપૂર્ણ કરવાની રહે છે.

આ અંગે જાણવા મળે છે તેમ ઉપરોકત સમગ્ર પ્રશ્નો અંગે અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ પોતાની પાર્ટીના  ટોચના નેતાઓ દ્વારા વિરોધાભાસી અવનવા શબ્‍દો સાંભળતા રહેતા હોવાથી  અનેક પ્રકારની વિટંબણાઓમાંથી  પસાર થઇ રહ્યા હોવાથી હવે છેલ્લા  શરત તરીકે તેમણે આ ટવીટનો દાવ ખેલ્‍યો હોવાનું સમગ્ર જગ્‍યાએ હાલમાં ચર્ચાઇ રહ્યું છે.

રીપબ્‍લીકશન પાર્ટીના નેશનલ રીપબ્‍લીકન કોંગ્રેસના કમીટીના અગ્રણી અને ઓહાયો રાજયના હાઉસના  ચૂંટાયેલા પ્રતિનિધી સ્‍ટીવ સ્‍ટીવર્સ રવીવારે નેશનલ ટીવી ચેનલ એબીસીના ધીસ વીકના પ્રોગ્રામમાં સ્‍પષ્‍ટપણે  જણાવ્‍યું હતું કે અમો સરકારી  વહીવટી ંતંત્ર  જરૂરી નાણાંકીય મંજુરીના અભાવે કાર્ય કરતું બંધ થઇ જાય તો  તે જોવા ઇચ્‍છતા નથી અને અમારાથી બનતા તમામ પ્રયાસો દ્વારા તે કાર્યવંત રહે તે  મુજબની કાર્યવાહી કરીશું. અમો ઇમીગ્રેશનના કાયદાઓમાં  ક્રાંતિકારી ફેરફારો લાવવા માંગીએ છીએ.  પરંતુ તેમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનો સહયોગ પણ જોઇશે અને તેમના વિના કોઇપણ કાર્ય શકય થઇ શકે તેમ નથી તેવી રીતે વીસકોન્‍સીન રાજયના રીપબ્‍લીકન પાર્ટીના  હોમલેન્‍ડ સીકયોરીટી  અને ગવર્નમેન્‍ટ એફેર્સ કમીટીના ચેરમેન રોન જોન્‍સને રાષ્‍ટ્રિય ટી.વી. ચેનલ સીબીએસના ફેઇસ ધી નેશનના પ્રોગ્રામમાં સ્‍પષ્‍ટપણે જણાંવ્‍યું હતું કે અમો સર્વે ઇમીગ્રેશનનો પ્રશ્ન  સરળ રીતે હલ કરી શકાય તે  માટે સર્વે ઉત્‍સુક છીએ પરંતુ અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની હાલની જે નિતિરિતી છે તે યોગ્‍ય નથી  અને તે સાથે અમો  સહમતિ દર્શાવી શકીએ તેમ નથી. અમો તેમની સરકારી વહીવટી  નિતિઓ સાથે સહમતિ દર્શાવી શકીએ તેમ નથી અને આ તંત્ર કાયમ માટે ચાલતું રહે તેવા અમારા સૌના નમ્ર પ્રયાસો રહેશે એવું તેમણે અંતમાં જણાવ્‍યું હતુ.

 અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે પોતાના એક ટવીટ  દ્વારા જરૂરી  નાણાંના ખર્ચની મંજુરીના અભાવે જો સરકાર કેટલાક પ્રશ્નોને  લઇને કાર્ય કરતી અટકી જાય તોૃ તેમાં પોતાની સહમતી રહેશે એવી આપેલી ધમકીઓ અંગે ડેમોક્રેટીક પાર્ટીના ન્‍યુ મેકસીકો   રાજયના હાઉસના પ્રતિનિધી અને કેમ્‍પેન કમીટીના ચેરમેન  બેન રે લુજાને આ સમગ્ર  પ્રશ્ન અંગે પોતાનો પ્રતિભાવ આપતા સ્‍પષ્‍ટ શબ્‍દોમાં  જણાવ્‍યું હતું કે અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની આવી ધમકી ભરી નિતિથી  અમો વાજ આવી ગયેલ છીએ અને  સમય આવતા તે પોકળ પુરવાર થશે એવું તેમણે વધારામાં જણાવ્‍યું હતુ.  ઇમીગ્રેશનના પ્રશ્ન અંગે અમો સર્વે દ્વિપક્ષીય વાતચીતમાં માનીએ છીએ અને તે દ્વારા અમો તેને હલ કરવાનો પ્રયાસ  કરીશું અને આ  સમગ્ર પ્રક્રિયા અમેરીકામાં વસવાટ કરતા તમામ  લોકોના હિતમાં રહેશે એવું અંતમા જણાવ્‍યું હતું.

અમેરીકાના  પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ટવીટ દ્વારા  જે બાબતો જણાવેલ છે તેનાથી રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓ પણ  આヘર્યમાં પડી ગયેલ છે કારણ કે  ગયા અઠવાડીએજ આ પાર્ટીના  નેતાઓ ડોનાલ્‍ડ ટ્રમ્‍પને રૂબરૂ મળ્‍યા હતા. અને તેમની સાથે જરૂરી ચર્ચાઓ પણ થઇ હતી પરંતુ  રાજકીય પંડીતોનું એવું માનવું છે કે   બહારના કેટલાક તત્‍વોએ પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પને આ સમગ્ર  પ્રશ્ન અંગે કોંગ્રેસના સભ્‍યો એટલે કે રીપબ્‍લીકન તેમજ ડેમોક્રેટીક પાર્ટીના સભ્‍યો પર જરૂરી દબાણ લાવવા સલાહ આપી હોવાનું મનાઇ રહ્યું છે. કારણ કે હાલમાં સરકારી ખર્ચાની  મંજુરીની મુદત ૩૦મી સપ્‍ટેમ્‍બર સુધીની જ છે અને ત્‍યાર બાદ થનારા તમામ ખર્ચાઓની મંજુરી કોંગ્રેસના સભ્‍યોએ એ આપવાની રહે છે તેમજ ેતેની સાથે સાથે  સુપ્રીમ કોર્ટમાં ન્‍યાયાધીશની જે   જગ્‍યા ખાલી પડનાર છે તેના ઉમેદવાર તરીકે પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ન્‍યાયાધીશ બ્રેટ કવાનધના નામની ભલામણ કરેલ છે અને તે નામ અંગે પણ કોંગ્રેસના સભ્‍યોની મંજુરીની આવશ્‍યકતા રહે છે. આવી વિષમ પરિસ્‍થિતિને હલ કરવા માટે તેમણે  આવા પ્રકારના  દબાનો  આશરો લીધો હોવાનું જાણવા મળે છે.

આગામી  નવેમ્‍બર માસની  છઠૃી તારીખે તમામ હાઉસ અન નિવૃત્ત થનાર સેનેટરોની મધ્‍યવર્તી ચુંટણી યોજાનાર છે અને મોટા ભાગના પ્રજાજનો એવું માની રહ્યા છે કે રીપબ્‍લીકન પાર્ટીના સભ્‍યોને આ ચૂંટણીમાં મોટા પ્રમાણમાં સહન કરવાનો  ભય  સતાવી રહ્યો છે અને પ્રજાનું ધ્‍યાન બીજે દોરવા માટે પ્રમુખે આ પ્રકારનો દાવ ખેલ્‍યો હોય તેમ લાગે છે પરંતુ તેમા તેઓ કેટલા પ્રમાણમાં સફળતા મેળવશે તે તો  આવનારો સમય જ કહેશે.

અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે  પ્રમુખપદનો અખત્‍યાર ર૦મી  જાન્‍યુઆરી ર૦૧૭ ના રોજ સંભાળ્‍યા બાદ આજે અઢાર માસના સમયગાળા દરમ્‍યાન તેમણે પ્રજાને આપેલ વચનોમાં  જાજી સફળતા સફળતા મેળવેલ નથી આથી સ્‍વાભાવીક રીતે દરેક રાજકારણી ધાર્યુ પરિણામ ન હાંસલ કરતાં અનેક પ્રકારની મુંઝવણ અનુભવે એ  સ્‍વાભાવીક બીના છે. તેમણે અનેક પ્રકારના વહીવટી હુકમો બહાર પાડેલ છે અને તેમાંના  મોટા ભાગના વહીવટી હુકમોને  ન્‍યાયની અદાલતમાં પડકારવામાં આવેલ છે અને  જયાં સુધી તેનો અંતિમ ચુકાદો ન આવે ત્‍યાં સુધી તેઓ સ્‍થગિત થઇ ગયેલા છે.

સરહદ પર દિવાલ બાંધવા માટે જરૂરી ફંડ કોંગે્રસના નેતાઓ ન  મંજુર કરે તો સરકારી વહીવટી તંત્ર નાણાંની  મંજુરીના અભાવે ઠપ્‍પ કરવાની પ્રમુખની ગર્ભીત ધમકીનું પરિણામ શું આવશે તે તો આવનારો સમય જ કહેશે.

મોટા ભાગના રાજકીય નેતાઓ આગામી નવેમ્‍બર માસ દરમ્‍યાન જે મધ્‍યવર્તી ચૂંટણી થનાર છે અને તેનું પરિણામ શું આવે ત્‍યારબાદ આ સમગ્ર પ્રશ્નો અંગે ઝડપથી  કાર્યવાહી કરવાનું વિચારી રહ્યા હતા ત્‍યાં તો પ્રમુખની  આવી ધમકી કેટલી કારગત નિવડે તે જોવાનું રહે છે.  આવનારા ટૂંક સમયમાં જ આ સમગ્ર ધમકીઓનું સુરસુરીયુ થઇ જાય તો  નવાઇની વાત નથી. ત્‍યાં સુધી આપણે સૌ થોભીએ અને રાહ જોઇએ.

 

 

 

 

 

(11:24 pm IST)