Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

અમેરિકામાં ‘‘ FIA ન્‍યુયોર્ક-ન્‍યુજર્સી-કનેકટીકટ''ના ઉપક્રમે ૧૯ ઓગ. ર૦૧૮ ના રોજ ભારતનો ૭ર મો સ્‍વાતંત્ર્ય દિન ઉજવાશેઃ સતત ૩૮ માં વર્ષે વિશ્વની સૌથી મોટી તથા જાજરમાન ગણાતી ‘‘ઇન્‍ડિયા ડે પરેડ'' નીકળશેઃ ગ્રાન્‍ડ માર્શલ તરીકે શ્રી કમલ હસન હાજરી આપશેઃ સર વિવિઅન રિચાર્ડસ, પદમશ્રી પદમભૂષણ શ્રી અનુપમ ખેર, સુશ્રી શ્રુતિ હસન, પદમશ્રી કૈલાસ ખેર, શ્રી ચિન્‍ટુ પટેલ, સુશ્રી શિબાની કશ્‍યપ તથા શ્રી મિકી સિંઘ ગેસ્‍ટ ઓફ ઓનર, ચિફ ગેસ્‍ટ સહિતના હોદા સાથે પરેડની શોભામાં અભિવૃધ્‍ધિ કરશેઃ સાંસ્‍કૃતિક કાર્યક્રમોની રમઝટ તથા ફુડ બુથ્‍સ સાથે મેડીસન એવ.ખાતે યોજાનારી પરેડમાં શામેલ થવા પાઠવાયેલું જાહેર આમંત્રણ

 (દિપ્તીબેન જાની દ્વારા ) ન્‍યુજર્સીઃ  યુ.એસ. માં ફેડરેશન ઓફ ઇન્‍ડિયન એશોશિએશન્‍સ  ( FIA)  ન્‍યુયોર્ક- ન્‍યુજર્સી- કનેકટીકટના ઉપક્રમે  ૧૯ ઓગ. ર૦૧૮ રવિવારના રોજ ભારતનો  ૭ર મો સ્‍વાતંત્ર્ય  દિન ઉજવાશે. આ દિવસે  વિશ્વની સૌથી મોટી અને જાજરમાન ગણાતી  તેવી ૩૮મી વાર્ષિક ‘‘ ઇન્‍ડિયા ડે પરેડ  ન્‍યુયોક''- ર્યોજાશે મેડીસન એવં  ન્‍યુયોર્ક મુકામે થનારી ઉજવણીનો સમય બપોરે ૧ર વાગ્‍યાથી સાંજના ૬ વાગ્‍યા સુધીનો રહેશે.

પરેડના  ગ્રાન્‍ડ માર્શલ તરીકે  શ્રી કમલ હસન હાજરી આપશે. ગેસ્‍ટ ઓફ ઓનર તરીકે સર વિવિઅન રિચાર્ડસ હાજરી આપશે તથા પદમશ્રી અને પદમભૂષણ એવોર્ડ વિજેતા શ્રી અનુપમ ખેર હાજરી આપશે. ચિફ ગેસ્‍ટ તરીકે પદમશ્રી કૈલાસ ખેર, તથા ગેસ્‍ટ ઓફ ઓનર તરીકે સુશ્રી શ્રૃતિ હસન હાજરી આપશે. કોમ્‍યુનીટી ગ્રાન્‍ડ માર્શલ  તરીકે શ્રી ચિન્‍ટુ પટેલ, ગેસ્‍ફ આફ ઓનર તરીકે શ્રી સુશ્રી શિબાની કશ્‍યપ, તથા શ્રી મિકી સિંઘ હાજરી આપશે તથા ફ્રી પર્ફોમન્‍સ આપશે.

‘‘ફુડ કોર્ટ  તથા બુટસ ર૬મી સ્‍ટ્રીટ વચ્‍ચે પાર્ક એન્‍ડ મેડિસન એવ. ખાતે તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમો ર૪ થી ર૬ સ્‍ટ્રીટ વચ્‍ચે મેડીસન એવ. ખાતે બપોરે ં ૧ર થી ૬ વાગ્‍યા દરમિયાન યાોેજાશે.

વિશેષ માહિતી માટે  info@fianynjct.org  દ્વારા અથવા  www.fianynjct.org દ્વારા સંપર્ક સાધવા FIA  પ્રેસિડન્‍ડ શ્રી સુજલ પરીખની યાદીમાં જણાવાયું છે.

(11:20 pm IST)