Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

અમેરિકામાં વિદ્યાર્થીઓ માટે દર વર્ષે યોજાતી નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધામાં ઇન્ડિયન અમેરિકન વિદ્યાર્થીઓનો દબદબો : 2019 ની સાલની સ્પર્ધા માટેના આખરી 50 સ્પર્ધકોમાં અડધો અડધ ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ્સ : કો-ચેમ્પિયન તરીકે પસંદ થયેલા આખરી 8 સ્પર્ધકોમાં 7 ઇન્ડિયન અમેરિકન

વોશિંગટન : અમેરિકામાં વિદ્યાર્થીઓ માટે દર વર્ષે યોજાતી નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધામાં ઇન્ડિયન અમેરિકન વિદ્યાર્થીઓએ આ વર્ષે પણ વતનનું નામ રોશન કરતો દેખાવ કર્યો છે.જે મુજબ  2019 ની સાલની સ્પર્ધા માટેના આખરી 50 સ્પર્ધકોમાં અડધો અડધ ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ્સએ સ્થાન હાંસલ કર્યું છે. જે પૈકી કો-ચેમ્પિયન તરીકે પસંદ થયેલા આખરી 8 સ્પર્ધકોમાં 7 ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ્સે સ્થાન મેળવ્યું છે.

 કો-ચેમ્પિયન તરીકે પસંદ થયેલા આખરી 8 સ્પર્ધકોમાં સ્થાન મેળવનાર  7 ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ્સમાં રીશીક ગાંધાશ્રી ,સુકેત સુંદર ,શ્રુતિક પાંધી ,સોહમ સુખાતનકર ,અભિજય કોડાલી ,રોહન રાજા ,ક્રિસ્ટોફર સેરરો ,તથા ઈરીન હોવર્ડનો સમાવેશ થાય છે.

(8:18 pm IST)