Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

યુ.એસ.માં હેલ્‍થ એન્‍ડ હયુમન સર્વિસીઝ દ્વારા નવનિર્મિત ટાસ્‍ક ફોર્સના ચેર તરીકે સુશ્રી વનિલા સિંઘની નિમણુંક : છેલ્લા ૧૩ વર્ષથી સ્‍ટેનફોર્ડમાં કિલનિકલ પ્રોફેસર તરીકે સેવાઓ આપી રહેલા ફીઝીશીયન સુશ્રી સિંઘ ૨૮ મેમ્‍બરની બનેલી ટાસ્‍ક ફોર્સ કમિટીનું નેતૃત્‍વ કરશે

વોશીંગ્‍ટન : યુ.એસ.માં હેલ્‍થ એન્‍ડ હયુમન સર્વિસીઝ દ્વારા નવનિર્મિત પેઇન મેનેજમેન્‍ટ બેસ્‍ટ પ્રેકટીસીઝ ઇન્‍ટર એજન્‍સી ટાસ્‍ક ફોર્સના ચેર તરીકે ઇન્‍ડિયન અમેરિકન ફીઝીશીઅન સુશ્રી વનિલા સિંઘની નિમણૂંક થઇ છે.

સુશ્રી સિંઘ હેલ્‍થ એન્‍ડ હયુમન સર્વિસના ચિફ મેડીકલ ઓફિસર છે. છેલ્લા ૧૩ વર્ષથી તેઓ સ્‍ટેનફોર્ડમાં એનેસ્‍થેસિઓલોજી તથા પેઇન મેનેજમેન્‍ટ ડીપાર્ટમેન્‍ટમાં કિલનિકલ પ્રોફેસર તરીકે સેવાઓ આપી રહ્યાં છે. તેઓ ગવર્મેન્‍ટ એજન્‍સીઝ તથા પ્રાઇવેટ પ્રોફેશ્નલ્‍સ સંગઠન સંચાલિત થેરાપી સહિતના વિકલ્‍પો દ્વારા સેવાઓ આપવા પસંદ કરાયેલા ૨૮ નવા મેમ્‍બર્સના ચેર તરીકે કામગીરી સંભાળશે.(૪૬.૩)

(9:42 pm IST)
  • ગુજરાતમાં નેતૃત્‍વ પરિવર્તન નહિં: હું સીએમની રેસમાં નથી : રૂપાણી જ ૫ વર્ષ સીએમ તરીકે રહેશે : રૂપાણીની દિલ્‍હી મુલાકાત બાદ માંડવીયાના અણધાર્યા નિવેદનથી રાજકીય માહોલ ગરમ : કેન્‍દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનું સુચક નિવેદન access_time 1:08 pm IST

  • વિશ્વમાં શાંતિ જાળવી રાખવા ભારતીય સૈનિકોએ સૌથી વધુ બલિદાન આપ્યું :યુનાઇટેડ નેશનના મહાસચિવ એન્ટોનિયા ગુટેરેસે 70માં સ્થાપના દિવસે કહ્યું કે શહીદી વહોરવામાં સૌથી વધુ જવાનો ભારતના છે.: છેલ્લાં 70 વર્ષમાં વિશ્વમાં થયેલા પીસકિપિંગ મિશનમાં ડ્યૂટી દરમિયાન સૌથી વધારે શાંતિદૂત ભારતના જ શહીદ થયા છે. 163 ભારતીયોએ માત્ર માનવતાને ખાતર બલિદાન આપ્યું access_time 1:26 am IST

  • યુપીના ગોરખપુર સહીત શહેરોમાં ભારે વરસાદ-તોફાનની શકયતા : એલર્ટ જાહેર : ઉત્તર પ્રદેશના કેટલાક શહેરોમાં હવામાન વિભાગે ભારે તોફાનની આશંકા વ્યક્ત કરી છે હવામાન વિભાગ મુજબ આગામી ત્રણ કલાકમાં ઉત્તર પ્રદેશના ગોરાખપુર, સંતકબીરનગર બલિયા, દેવરિયા, કુશીનગર અને મહારાજગંજમાં ભારે વરસાદ અને તોફાની પવન ફેંકશે હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે access_time 10:49 am IST