Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

‘‘યોર ફયુચર લાઇઝ ઇન ટેકનોલોજી'': યુ.એસ.માં એમ્‍સીડોનાલ્‍ડ તથા FIAના સંયુક્‍ત ઉપક્રમે યોજાયેલા કોલેજ ફેરમાં અગ્રણી શિક્ષણવિદોનું ઉદબોધન

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં ૧૯મે ૨૦૧૮ના રોજ એમ્‍સીડોનાલ્‍ડ કોર્પોરેશન એન્‍ડ ફેડરેશન ઓફ ઇન્‍ડિયન એશોશિએશન્‍શ (FIA) ઓફ ન્‍યુયોર્ક, ન્‍યુજર્સી, એન્‍ડ કનેકટીકટના સંયુક્‍ત ઉપક્રમે એમ્‍સીડોનાલ્‍ડ કોલેજ ફેરનું આયોજન ન્‍યુજર્સીના એડિસનમાં આવેલી એડિસન હાઇસ્‍કૂલમાં કરાયુ હતું.

આ કોલેજ ફેરમાં યુનિવર્સિટી તથા કોલેજના એકઝીકયુટીવ્‍સ તેમજ કર્મચારીઓએ કોલેજ એડમિશન તથા કેમ્‍પસ લાઇફ વિષે માહિતિ આપી હતી. જેના વકતાઓમાં યુનિવર્સિટી ઓફ બ્રિજપોર્ટના ઇન્‍ટરનેશનલ એડમિશન ડીરેકટર સ્‍ટિવન બોઇડ, હાર્ટલેન્‍ડ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ફાઇનાન્‍શીઅલ એજ્‍યુકેશનના સુશ્રી અનિતા મહતાની VP/ડીરેકટર ઓફ સેલ્‍સ BCB/ઇન્‍ડુસ અમેરિકન બેન્‍કસ શ્રી કેવિન શાહ, તથા હોય મેડીકલ ઇન્‍સ્‍ટીટયુટના શ્રી અરૂણ આચાર્ય, ઉપરાંત સ્‍ટુડન્‍ટસ પાર્થ પટેલ તથા એશિલ પટેલનો સમાવેશ થતો હતો.

આ તકે ‘‘યોર ફયુચર લાઇઝ ઇન ટેકનોલોજી'' વિષય ઉપર પેનલ ડીસ્‍કશનનું પણ આયોજન કરાયુ હતુ. પ્રોગ્રામને TVAsia નું સમર્થન હતું તેવું TVAsia ન્‍યુઝ દ્વારા જાણવા મળે છે.

(12:34 am IST)
  • સાઉદી અરબના રિયાદમાં એક હોટલમાં એરઇન્ડિયાના પાયલોટનો મૃતદેહ મળ્યો :ચાલકદળનાં સૂત્રો મુજબ રીત્વિક તિવારી (ઉ,વ,27)નું હોટલના જીમમાં કથિત હૃદયરોગના હાર્ટએટેકના કારણે મૃત્યુ થયું છે access_time 1:37 am IST

  • કાલે FII HDFCમાં મોટાપાયે ખરીદી કરશેઃ બજારમાં સ્‍ટેબલ સ્‍થિતિઃ ઇન્‍ડેક્ષ ર૦પ સાથે ફરી ૩પ હજાર ઉપર : કાલે HDFC માં FII મોટા પાયે ખરીદી કરશેઃ આના કારણે શેર-બજારમાં શોર્ટ કવરીંગઃ ઇન્‍ડેક્ષ ર૦પ અપ સાથે ફરી ૩પ હજાર ઉપર ૩પ૧૧૧: તો નીફટી ૬૦ અપ સાથે ૧૦૬૭૪: ફયુચરનો આજે છેલ્લો દિવસ હોય તમામ શેરોમાં બાઇંગ access_time 4:13 pm IST

  • પેટાચુંટણી જંગ : બપોરે ૧૨ની સ્‍થિતિ દેશની ૪ લોકસભા બેઠકોની સ્‍થિતિ કૈરાના ભાજપ પાછળ - આરએલડી (૪૧૩૯૧ મતથી આગળ) પાલઘર ભાજપ આગળ ભંડારા - ગોંદિયા એનસીપી આગળ નાગાલેન્‍ડ એનપીએફ (નાગા પીપુલ્‍સ ફ્રન્‍ટ) આગળ access_time 1:07 pm IST