Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

‘‘ઝીણા ઝીણા ઝીણારે ઊડા ગુલાલ, માઇ તારી ચૂંનરિયા લહેરાઇ'': યુ.એસ.માં ઇન્‍ડો અમેરિકન સિનીયર હેરીટેજ (IASH)ના ઉપક્રમે ભાવભેર ઉજવાઇ ગયેલો ‘‘મધર્સ ડે''

કેલિફોર્નિયાઃ ઝીણા ઝીણા ઝીનારે ઊડા ગુલાલ માઈ તારી ચૂંનરઈયા લહેરાઈ..ઈન્ડો-અમેરિકન સિનીયર હૅરીટેઝ (IASH) ધામધૂમ થી ઉજવ્યો '' મધરર્સ ડે " :-

 તાજેતરમાં ઈન્ડો-અમેરીકન સિનીયર હૅરીટેઝ (IASH) ના સભ્યો મધરર્સ ડૅ ની ઉજવણી માટે પાયોનિયર બુલોવર્ડ ખાતે આવેલ સનાતન ધર્મ ટેમ્પલ ના હોલમાં ભેગા થયા હતા..કાર્યક્રમની શરુઆત '' જયભારત ના '' સુંદર ફૂડ થી થઈ હતી...જેમાં સૌને દાળ-ભાત,શાક રોટલી અને સ્વિટ્મ સ્વાદિસ્ટ દુધીનો હલવો વગેરે પીરસવામાં આવેલ..ત્યાર બાદ સૌ હૉલમાં ગોઠવાયા હતા....કાર્યક્રમની શરુઆતમાં વાઇસપ્રેસિડન્ટ શ્રી જગદીશ પુરોહિતે સૌને મીઠો આવકાર આપ્યો હતો....ત્યાર બાદ પ્રેસિડન્ટશ્રી જીતેન પટેલે આજના કાર્યક્રમની માહિતી આપી હતી. આજના કાર્યક્રમન માં  કલાકારો શ્રી ડો.ધિરેન બુચ,જલ્પા બુચ, કુ.ઝુહી બુચ અને રોહન બુચ .... સદાબહાર ફિલ્મિ ગીતો પીરસવાના હતા.. પણ કાર્યક્રમની શરુમાં ડૉ ધિરેન બુચે '' જીણા જીણા જીનારે ઉડા ગુલાલ માઈ તારી ચૂંનરીયા લહેરાય " ગાઈ ને સૌના મન જીતિ લીધા.....ત્યાર બાદ એક પછી એક જુની ફિલ્મોના સદાબહાર ગીતો રજૂ કરીને હાજર સૌની વાહ વાહ મેળવી લીધી હતી.... એમની સાથે યુગલ ગીતમાં તેમને જલ્પા બુચ અને ઝુહી બુચે સુંદર સહયોગ આપેલ...તેમજ રોહન બુચે સેક્સોફોન ઉપર એક સુંદર ગીત રજૂ કરેલ...અને તેથી 

 ઉત્સાહ માં  આવેલ બહેનો તથા ભાઈઓ ઉભા થઇ ને ડાંસમાં જોડાયેલ... કાર્યક્રમમાં હાજર ૭૫ વર્ષ થી ઉપરના માતાઓ ને ફુલગુચ્છ થી બહુમાન કરવામાં આવ્યુ હતું તેમજ એક ૯૯ વર્ષના માજીને શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યુ હતુ.. કાર્યક્રમમાં સર્વશ્રી અરવિંદભાઈ જોષી,( ભુતપુર્વ રેડિયો કલાકાર ) જાણીતા ઉધ્યોગપતિશ્રી સુરુ માણેક, ગણપત યુનિવર્સિટી વાળા શ્રી ગણપતભાઈ પટેલ,શ્રી ઉકાભાઈ સોલંકી તથા શ્રી રામજીભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેલ..તથા કાર્યક્રમના અનુસંધાનમાં નડિયાદ પાસેના ''પીજ'' ગામના શ્રી સુરેશ પટેલએ...તેમની માતાએ એમને લખેલ પત્રો માંથી એક હ્રદય-સ્પર્શી પત્ર રજૂ કરેલ જે સાંભરીને સૌ ગદ્દગદ્દ થઈ ગયા હતા..  કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રે.જીતેન પટેલ,વા,પ્રે.જગદીશ પુરોહિત,સેક્રે.રસિક પટેલ, વા.સેક્રે.મીતા રાંડેરીયા, અશોક કડકીયા,ચીમનભાઈ અડીયેલ,નગિનભાઈ ટેઈલર, ડૉ,ગુણવંત મહેતા,અનિલ દેસાઈ,વિલાસ જાધવ,પંકજ ચોકસી વગેરે ખૂબ ઝહેમય ઉઠાવેલ...   તેવું માહિતી અને તસ્વિર કાન્તિભાઈ મિસ્ત્રી, કેલિફોર્નિયા  દ્વારા જાણવા મળે છે.

(12:40 am IST)