Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

‘‘હિન્‍દુ હેરિટેજ ડે'': અમેરિકાના ન્‍યુજર્સીમાં ૧૬ જુન ૨૦૧૮ના રોજ થનારી ભવ્‍ય ઉજવણીઃ વિનામુલ્‍યે રજીસ્‍ટ્રેશન કરાવી લેવાની છેલ્લી તારીખ ૩૧મે ૨૦૧૮

ન્‍યુજર્સીઃ યુ.એસ.માં હિન્‍દુ કોમ્‍યુનિટી સેન્‍ટર,૧૫૬, સ્‍કયલર એવ, કર્ની, ન્‍યુજર્સી મુકામે આગામી ૧૬ જુન ૨૦૧૮ શનિવારના રોજ બપોરે ૧૨ વાગ્‍યાથી સાંજે ૬ વાગ્‍યા (EDT) દરમિયાન ‘‘હિન્‍દુ હેરીટેજ''ની ઉજવણી કરાશે.

વર્લ્‍ડ હિન્‍દુ કાઉન્‍સીલ ઓફ અમેરિકાના ઉપક્રમે થનારી આ ઉજવણી અંતર્ગત ભારતની પ્રાચીન સંસ્‍કૃતિ તથા ઐતિહાસિક વારસાનું દર્શન થશે. ઉત્‍સવમાં મ્‍યુઝીક, ડાન્‍સ, ફુડ, સાંસ્‍કૃતિક કાર્યક્રમો, ચિલ્‍ડ્રન કિવઝ, પોસ્‍ટર કોમ્‍પીટીશન, ગેમ્‍સ, સહિત વિવિધ કાર્યક્રમોની ભરમારનું આયોજન કરાયું છે. જેમાં વિનામુલ્‍યે રજીસ્‍ટ્રેશન માટેની છેલ્લી તારીખ ૩૧મે ૨૦૧૮ છે. જે માટે www.hinduheritageday.com દ્વારા સંપર્ક સાધવા ગૌરાંગ જે.વૈશ્નવ VHPA ન્‍યુજર્સી ચેપ્‍ટર ૬૪૬-૨૪૬-૮૯૫૦, ૭૩૨-૮૨૦-૦૧૭૦ vhpanj@gmail.com , www.hinduheritageday.com ની યાદીમાં જણાવાયું છે.

(12:34 am IST)
  • અમદાવાદ બીટકોઈન કેસમાં શૈલેષ ભટ્ટના સાગરીતોની ધરપકડ : જીજ્ઞેશ મોરડીયા સહિત ૪ની ધરપકડ : સીઆઈડી ક્રાઈમ મુદ્દામાલના નિકાલ માટે કાર્યવાહી કરશે : જીજ્ઞેશ પાસેથી ૮ કિલો સોનુ જપ્ત કર્યુ : જીજ્ઞેશના ભાગે ૫૦૩ બીટકોઇન આવેલ : આ બીટકોઈન વેચી તમામ રૂપિયા વ્યાજમાં લગાડ્યા'તા access_time 5:34 pm IST

  • વિવિધ રાજ્‍યોની ૧૦ વિધાનસભા બેઠકો માટે બપોરે ૧૨ની સ્‍થિતિ બિહાર આરજેડી આગળ પ.બંગાળ ટીએમસી આગળ પંજાબ કોંગ્રેસ કર્ણાટક કોંગ્રેસ ઉત્તરાખંડ ભાજપ કેરળ સીપીએમ ઝારખંડ જેએચએમ યુપીમાં એસપી મેઘાલયમાં કોંગ્રેસની જીત મહારાષ્‍ટ્રમાં કોંગ્રેસની જીત access_time 1:06 pm IST

  • જમ્મુ-કાશ્મીરમાં ફિદાયીન હુમલાની આશંકા :હાઇએલર્ટ જાહેર :ગુપ્તચરની સૂચનામાં આત્મઘાતી હુમલાની ભીતિ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ:આતંકીઓ કાશ્મીરમાં ઘૂસવાની ફિરાકમાં :શ્રીનગર અને જમ્મુમાં નાકાબંધી વાહનોની તપાસ અને હોટલ ધર્મશાળામાં ચેકીંગ શરુ :શહેરમાં પ્રવેશતા તમામ રસ્તાઓમાં સતકર્તા વધારાઈ ;સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો access_time 1:06 am IST