Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

યુ.એસ.ના એમ્‍સીનાઇટ ફાઉન્‍ડેશનના ડીરેક્‍ટર ઓફ લર્નીંગ તરીકે ઇન્‍ડિયન અમેરિકન શ્રી નિરજ મહેતાની નિમણૂંક : ૧૬ જુલાઇ ૨૦૧૮થી હોદો સંભાળશે

મિન્‍નેસોટા : યુ.એસ.ના એમ્‍સીનાઇટ ફાઉન્‍ડેશનના ડીરેક્‍ટર ઓફ લર્નીંગ તરીકે ઇન્‍ડિયન અમેરિકન શ્રી નિરજ મહેતાની નિમણૂંક થઇ છે. તેઓ ૧૬ જુલાઇથી હોદો સંભાળશે.

અંતરિયાળ વિસ્‍તારોમાં શિક્ષણનો વ્‍યાપ વધારવા, રંગભેદ નાબૂદ કરવા, આર્થિક અસમાનતા દૂર કરવા, તેમજ કોમ્‍યુનીટીને ન્‍યાય અપાવવા સહિતના ક્ષેત્રે તેઓ છેલ્લા ૨ દાયકાથી કાર્યરત છે. તેમની નિમણૂંકથી ફાઉન્‍ડેશનની પ્રવૃત્તિને વેગ મળશે તેવો આશાવાદ ફાઉન્‍ડેશન પ્રેસિડન્‍ટ કેટ વોલ્‍ફોર્ડએ વ્‍યક્‍ત કર્યો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.(૪૬.૩)

(10:25 am IST)