Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

નોન ઇમિગ્રન્ટ H-1B/ L-1 વિઝા ની મુદત લંબાવી આપો : આ વિઝાધારકો ભારતમાં 3 મહિનાના લોકડાઉનને કારણે પરત ફરવા અસમર્થ : Nasscom ની યુ.એસ.હોમ ડિપાર્ટમેન્ટને અપીલ

બેંગલુરુ : નોન ઇમિગ્રન્ટ  H-1B/  L-1 વિઝા મેળવી અમેરિકા જતા ભારતના ટેક્નોલોજી નિષ્ણાતો કે જેઓની ઉપરોક્ત વિઝાની મુદત પુરી થવામાં છે.તેઓ ની મુદત લંબાવી આપવા  nasscom એ યુ.એસ.ના હોમ ડિપાર્ટમેન્ટને વિનંતી કરી છે.જેના કારણમાં જણાવાયા મુજબ ભારતમાં 3 મહિનાના લોકડાઉનને કારણે તેઓ પરત ફરવા અસમર્થ છે.
nasscom ની આ અપીલને હાલમાં જેઓ અમેરિકા છે અને જેઓના વિઝાની મુદત પુરી થઇ ગઈ છે અથવાતો થવામાં છે તેમણે સમયસરની ગણાવી છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાની ગ્લોબલ કંપનીઓ વિદેશોના કુશળ ટેક્નોલોજિસ્ટ્સને નોન ઇમિગ્રન્ટ્સ વિઝા દ્વારા ટૂંક સમય માટે તેડાવી શકે છે.જેના અનુસંધાને અમેરિકા ગયેલા ભારતના તજજ્ઞો માટે પરત ફરવાનો સવાલ થતા ઉપરોક્ત વિનંતી સમયસરની હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.  

(7:25 pm IST)
  • દિલ્હી તબલીગ મુસ્લિમ કાર્યક્રમો અને કોરોના ફેલાવા અંગેના બનાવમાં : ૮૦૦ વિદેશી નાગરિકોને વિઝા રદ કરી તેમને બ્લેક લીસ્ટ કરવા હુકમો access_time 4:08 pm IST

  • મિડીયાને સુપ્રીમ કોર્ટ આદેશ આપે : કેન્દ્રની માંગ : કેન્દ્ર સરકારની નિયત ચેનલ થ્રુ કોઇપણ આવતી વિગતોની ખાત્રી કર્યા સિવાય કંઇ જ પ્રકાશિત ન કરવા કોર્ટ તમામ મિડીયા, પ્રિન્ટ, ઇલેકટ્રોનિક અને સોશ્યલને આદેશ આપે તેવી કેન્દ્ર સરકારે માગણી કરી છે. access_time 4:07 pm IST

  • જામનગરમાં સાત શંકાસ્પદ સેમ્પલ આવ્યા : જામનગરના-4,મોરબીના -2 અને દેવભૂમિ દ્વારકાનું એક સેમ્પલની ચકાસણી ચાલુ : સાંજ સુધીમાં રિપોર્ટ આવશે :જામનગરમાં એક પણ પોઝિટિવ કેસ નથી : ચાર શંકાસ્પદના સેમ્પલનું ચેકીંગ :પોરબંદરનો કેસ પોરબંદર હોસ્પિટલમાં છે જામનગર રીફર થયેલ નથી access_time 1:17 pm IST