Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

અમેરિકાના ન્યૂયોર્કથી કોંગ્રેસની ચૂંટણી લડી રહેલા ઇન્ડિયન અમેરિકન શ્રી સૂરજ પટેલનો કોરોના વાઇરસ પોઝિટિવ : જાતે ક્વોરેન્ટાઇન થઇ કાબુ મેળવ્યો

ન્યુયોર્ક : અમેરિકામાં ન્યુયોર્કના 12 માં ડિસ્ટ્રીક્ટમાંથી કોંગ્રેસની ચૂંટણી લડી રહેલા ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટ ઉમેદવાર શ્રી સુરજ પટેલનો કોરોના વાઇરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.જોકે તેમણે જાતે ક્વોરેન્ટાઇન થઈને કાબુ મેળવી લીધો છે.તેમ જણાવ્યું હતું.
શ્રી પટેલ 2008 ની સાલમાં પ્રેસિડન્ટ પદના ઉમેદવાર બરાક ઓબામાના ચૂંટણી કમપેનમાં સેવાઓ આપી ચુક્યા છે.હાલમાં તેઓ ન્યુયોર્કના 12 માં ડિસ્ટ્રિક્ટના વર્તમાન રિપબ્લિકન કોંગ્રેસમેન સામે ચૂંટણી લડી રહ્યા છે.

(5:45 pm IST)