Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

બ્રહ્માકુમારીઝના નવા પ્રમુખ તરીકે રાજયોગિની દાદી હૃદય મોહિની : દાદી જાનકીના દેહાવસાન બાદ આબુરોડ સ્થિત સંસ્થાન દ્વારા લેવાયોલો નિર્ણય

આબુરોડ :  અખંડ ભારતના પાકિસ્તાનમાં 1926 ની સાલમાં જન્મેલા અને 9 વર્ષની ઉંમરથી બ્રહ્માકુમારી સંસ્થાન સાથે જોડાયેલા રાજયોગિની દાદી હૃદય મોહિનીને બ્રહ્માકુમારી સંસ્થાનના નવનિયુક્ત પ્રમુખ તરીકે પસંદ કરાયા છે.દાદી જાનકીના દેહાવસાન બાદ આબુરોડ સ્થિત સંસ્થાન દ્વારા ઉપરોક્ત નિર્ણય લેવાયો છે.
માઉન્ટ આબુ આવ્યા પહેલા તેઓ ઉત્તર પ્રદેશના લખનૌ તથા દિલ્હીમાં ઈશ્વરીય સેવા કરી ચુક્યા છે.તેમને દિવ્ય દ્રષ્ટિનું વરદાન છે તેવું માનવામાં આવે છે.તેમજ પરમાત્મા સાથે સાક્ષાત્કાર કરાવવાની પણ તેઓ ક્ષમતા ધરાવે છે.તેવું પણ માનવામાં આવે છે.

(12:48 pm IST)