Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

ચીનમાં વિદેશીઓની એન્ટ્રી ઉપર બાન : કોરોના વાઇરસને ફરીથી ફેલાતો રોકવાનો હેતુ : મોટા ભાગની કંપનીઓમાં ઉત્પાદન શરૂ થઇ ગયું

બેજિંગઃ : દુનિયાભરમાં કોરોના વાઇરસ ફેલાવવા માટે જેને નિમિત્ત ગણવામાં આવે છે તે દેશ ચીન ફરીથી બેઠું થવા લાગ્યું હોવાનું જાણવા મળે છે.મોટા ભાગની કંપનીઓ એ ઉત્પાદન શરૂ કરી દીધું છે.સ્થાનિક ટ્રાવેલિંગ ઉપરના બાન ઉઠી જવા લાગ્યા છે.લોકો પૂર્વવત રોજીંદુ જીવન જીવવા લાગ્યા છે.
આશરે 9 સપ્તાહના સમય પછી લોકડાઉન ઉઠાવી લેવાયું છે તથા લોકોએ બહાર નીકળવાનું શરૂ કરી દીધું છે.તેમજ મોટા ભાગના બજારો ફરીથી ધમધમવા લાગ્યા છે.સ્કૂલો પણ ફરીથી શરૂ થઇ ગઈ છે.જેમાં કોરોના વાઇરસ સામે સલામતીના પાઠ શીખવાઈ રહ્યા છે.
જોકે સલામતીના ભાગરૂપે દેશમાં વિદેશીઓની એન્ટ્રી ઉપર બાન મૂકી દેવાયો છે.

(5:49 pm IST)