Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

અમેરિકામાં કથિત ઇમિગ્રેશન નિયમોના ભંગ કરવાના આરોપમાં 600 ભારતીય સ્ટુડન્ટની અટકાયત કરાઈ

યૂએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એનફોર્સમેન્ટ એજન્સી દ્વારા કાર્યવાહી :મોટી સંખ્યામાં તેલુગુ વિદ્યાર્થીઓની ધરપકડ

અમેરિકામાં કથિત ઇમિગ્રેશનના નિયમોના ભંગ કરવાના આરોપોમાં લગભગ 600 ભારતીય સ્ટૂડન્ટ્સની ધરપકડ કરાઈ છે અમેરિકન તેલુગુ અસોસિયેશન(ATA)ના મુજબ યૂએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એનફોર્સમેન્ટ એજન્સી દ્વારા કરાયેલ કાર્યવાહીમાં આ ભારતીયોની ધરપકડ કરી છે.

  ATAએ એક ફેસબુક પોસ્ટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ, યૂએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સે દેશભરમાં વિદેશી વિદ્યાર્થીઓ પર એક્શન દરમિયાન મોટી સંખ્યામાં તેલુગુ વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે.

  એસોસિયેશને જણાવ્યું હતું કે અમેરિકી એજન્સીઓની કાર્યવાહી એવા વિદેશી છાત્રોને ટાર્ગેટ કરી કરી છે જે મંજૂરી વગર દેશમાં રહી રહ્યા છે. હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટે કહ્યું હતું કે ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી સ્ટૂડન્ટ્સને ટાર્ગેટ કરવા માટે એક ફર્મિંગ્ટન હિલ્સ (મિશિગન)માં એક નકલી યૂનિવર્સિટી ઉભી કરી છે. ડેટ્રોયટમાં બુધવારે આરોપોમાં આ વાતનો ઉલ્લેખ કરાયો હતો

(11:12 pm IST)