Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

યુ.એસ.માં પાસાસિક કાઉન્સીલમેન તરીકે ચૂંટાઇ આવેલા ઇન્ડિયન અમેરિકન શ્રી સલીમ પટેલનો સોગંદવિધિ સંપન્નઃ ઇન્ડિયન અમેરિકન ન્યુજર્સી સ્ટેટ એટર્ની જનરલ શ્રી ગુરબિર ગ્રેવાલએ ગુપ્તતાના સોગંદ લેવડાવ્યાઃ પાસાસિક કાઉન્ટીમાંથી સૌપ્રથમ એશિઅન તથા મુસ્લિમ અમેરિકન કાઉન્સીલમેન તરીકે ચૂંટાવાનો વિક્રમ સર્જાયો

ન્યુજર્સીઃ યુ.એસ.માં ન્યુજર્સી સ્ટેટના પાસાસિકમાંથી કાઉન્સીલમેન તરીકે ચૂંટાઇ આવેલા ઇન્ડિયન અમેરિકન શ્રી સલીમ પટેલનો સોગંદવિધિ ૧૭ જાન્યુ.૨૦૧૯ના રોજ યોજાઇ ગયો.

શ્રી પટેલને ઇન્ડિયન અમેરિકન સ્ટેટ એટર્ની જનરલ શ્રી ગુરબિર ગ્રેવાલએ ગુપ્તતાના સોગંદ લેવડાવ્યા હતો. તેઓ નવેં.૨૦૧૮માં યોજાયેલી ચૂંટણીઓ દરમિયાન કાઉન્સીલમેન તરીકે ચૂંટાઇ આવ્યા હતા. તેઓ પાસાસિકમાંથી સૌપ્રથમ એશિઅન અમેરિકન તથા સૌપ્રથમ મુસ્લિમ અમેરિકન કાઉન્સીલમેન તરીકે ચૂંટાઇ આવ્યાનો વિક્રમ સર્જાયો છે.

(7:58 pm IST)