Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

અમેરિકામાંથી દેશનિકાલ થનારા આંધ્ર પ્રદેશના નિર્દોષ વિદ્યાર્થીઓને કાયદેસરનું રક્ષણ આપો : અમાન્ય યુનિવર્સીટીઓ વિષે યુ.એસ.સરકારે અગાઉથી જાણ કરવી જોઈએ : લેભાગુ એજન્ટોની માયાજાળમાં ફસાયેલા ગ્રામ્ય વિસ્તારના સ્ટુડન્ટ્સને કાયદેસરની યુનિવર્સીટીમાં પ્રવેશ અપાવો :વિદેશ મંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ સમક્ષ રજુઆત

હૈદરાબાદ : અમેરિકાની અમાન્ય યુનિવર્સીટીઓમાં અજાણપણે પ્રવેશ મેળવનાર ભારતના સ્ટુડન્ટ્સ માટે દેશ નિકાલ થવાની નોબત ઉભી થઇ છે.જે મુજબ યુ.એસ.સરકાર આવા વિદેશી સ્ટુડન્ટ્સના વિઝા રદ કરી તેઓને તેમના વતનમાં પરત મોકલી દેશે

ભારતના આ  સ્ટુડન્ટ્સમાં મોટા ભાગના આંધ્ર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ છે.જેઓ લેભાગુ એજન્ટોની માયાજાળમાં ફસાયા છે.હકીકતમાં યુ.એસ.સરકારે સ્ટુડન્ટ વિઝા આપતા પહેલા અમાન્ય યુનિવર્સીટીઓનું લિસ્ટ બહાર પાડવું જોઈએ

આથી આ વિદ્યાર્થીઓને કાયદેસરનું રક્ષણ અપાવી અન્ય માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાં પ્રવેશ અપાવવા વિદેશ મંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ સમક્ષ આંધ્ર પ્રદેશના પ્રતિનિધિઓએ રજુઆત કરી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:55 pm IST)