Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

" હેટ ક્રાઈમ સમાન ઘટના " : અમેરિકામાં આવેલા શ્રી સ્વામિનારાયણ હિન્દૂ મંદિરમાં તોડફોડ : ભગવાનની મૂર્તિ ઉપર કાળા રંગનો પીછડો લગાવી દીધો : બારી બારણા તોડ્યા : મંદિરની દીવાલો ઉપર હિન્દુઓની લાગણી દુભાવતા લખાણો અને ચિત્રો દોર્યા : ખુરશી ઉપર ચાકુ ઘુસાડ્યું : કેન્ટુકી સ્ટેટમાં આવેલા લુઇસવિલે શહેરમાં રવિવાર રાતથી મંગળવાર દરમિયાન બનેલા બનાવથી હિંદુઓ સ્તબ્ધ

વોશિંગટન : અમેરિકાના કેન્ટુકી સ્ટેટમાં આવેલા લુઇસવિલે શહેર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં રવિવાર રાતથી મંગળવાર દરમિયાન હેટ ક્રાઇમ સમાન ઘટના બની હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. ભગવાનની મૂર્તિ ઉપર કાળા રંગનો પીછડો લગાવી દેવાયો છે. બારી બારણાઓમાં તોડફોડ કરી  મંદિરની દીવાલો ઉપર હિન્દુઓની લાગણી દુભાવતા લખાણો અને ચિત્રો દોરેલા તથા  ખુરશી ઉપર ચાકુ ઘુસાડેલું જોવા મળ્યું છે.  રવિવાર રાતથી મંગળવાર દરમિયાન બનેલા બનાવથી હિંદુઓ આઘાતથી સ્તબ્ધ થઇ ગયા છે. જોકે મેયરએ જણાવ્યું હતું કે આવી  હેટ ક્રાઈમ સમાન ઘટના ચલાવી નહીં લેવાય એવું કૃત્ય કરનારાઓને પકડી તેમના ઉપર  હેટ ક્રાઈમએક્ટ મુજબ કામ ચલાવાશે  

(12:24 pm IST)