Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

વિદેશી યુવાનોને સ્ટુડન્ટ વિઝા અપાવી ગેરકાયદે ઘુસાડયા : અમેરિકાના બોર્ડર સિક્યુરિટી ડિપાર્ટમેન્ટએ 8 ભારતીયોની ધરપકડ કરી : સેંકડો સ્ટુડન્ટ વિઝા ધારકો અભ્યાસ ન કરતા હોવાનું તારણ

વોશિંગટન : અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટેના સ્ટુડન્ટ વિઝા અપાવી ગેરકાયદે ઘુસવામાં મદદરૂપ થવા બદલ બોર્ડર સિક્યુરિટી ડિપાર્ટમેન્ટએ  8 ભારતીયોની ધરપકડ કરી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.સ્ટુડન્ટ વિઝા ધરાવતા યુવાનો પૈકી મોટા ભાગના અભ્યાસ કરતા હોવાનું બહાર આવ્યું છે.એટલું નહીં નેટવર્ક દેશવ્યાપી હોવાનું ખુલ્યું છે.ધરપકડ કરાયેલા 8 ભારતીય યુવાનો 30 વર્ષથી ઓછી ઉંમરના જણાયા છે.જે પૈકી 6 ડેટ્રોઈટના એક વર્જિનિયા તથા એક ફ્લોરિડા સ્થિત હોવાનું જાણવા મળે છે.

(12:03 pm IST)