Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

યુ.એસ.ના ફેડરલ ટ્રેડ કમિશનમાં ઇન્‍ડિયન અમેરિકન શ્રી રોહિત ચોપરાની નિમણુંકઃ સેનેટની બહાલી મળ્‍યે ૨૫ સપ્‍ટેં. ૨૦૧૯ સુધી હોદો સંભાળશે

વોશીંગ્‍ટન ડીસીઃ અમેરિકાના પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પએ ઇન્‍ડિયન અમેરિકન શ્રી રોહિત ચોપરાની ફેડરલ ટ્રેડ કમિશનમાં નિમણુંક કરી છે. જેને સેનેટની બહાલી માટે ૨૫ જાન્‍યુ.ના રોજ મોકલી દેવાઇ છે. જો સેનેટ દ્વારા મંજુરી મળશે તો શ્રી ચોપરા આ હોદા ઉપર ૨૫ સપ્‍ટેં.૨૦૧૯ સુધી આરૂઢ રહેશે.

શ્રી ચોપરાએ હાર્વર્ડ યુનિર્વસિટીમાંથી બિઝનેસ એડમિનીસ્‍ટ્રેશનમાં માસ્‍ટર ડીગ્રી મેળવેલી  છે. તથા હાલમાં તેઓ કન્‍ઝયુમર ફેડરેશન ઓફ અમેરિકામાં ગ્રાહકોની સુરક્ષા માટે સિનીયર ફેલો તરીકે સેવાઓ આપી રહ્યા છે.

(10:13 pm IST)