Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

સિવીલીઅન એવોર્ડ ૨૦૨૦: યુ.કે.માં નવા વર્ષના પ્રારંભે અપાતા એવોર્ડ માટે ૧૦ ઉપરાંત પંજાબી સહિત ભારતીય મૂળના નાગરિકોની પસંદગી

લંડનઃ યુ.કે.માં નવા વર્ષના આગમન પ્રસંગે સમાજને વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર નાગરિકોને અપાતા તેમજ સર્વશ્રેષ્ઠ ગણાતા ''સિવીલીઅન એવોર્ડ'' માટે ૨૦૨૦ની સાલની યાદીમાં ૧૦ જેટલા પંજાબી સહિત ભારતીય મૂળના નાગરિકોની પસંદગી થઇ છે.

'સિવીલઅન એવોર્ડ' માટે પસંદ થયેલા ભારતીય મૂળના નાગરિકોમાં ઓકસફર્ડ મ્યુઝીક ક્ષેત્રે સુશ્રી જસવીર કૌર', ડાન્સ ક્ષેત્રે સુશ્રી શોભના જયસિંઘ, કોમ્યુનિટી સેવા ક્ષેત્રે તથા આર્થિક ક્ષેત્રે શ્રી પાઉલ પવનદીપ, શિક્ષણ ક્ષેત્રે શ્રી કેથરિન સરાહ ચટવાલ, વોલન્ટરી સેવા ક્ષેત્રે સુશ્રી નિષ્મા ગોસરાની સાહિત્ય ક્ષેત્રે શ્રી યોગેશ પટેલ બ્લેક એન્ડ માઇનોરીટી કોમ્યુનીટીને મદદરૂપ થવા બદલ શ્રી અરૂણદીપસિંઘ, હિન્દુ કોમ્યુનીટી તથા સ્થાનિક સમાજ સાથે સુમેળ સાધવા બદલ શ્રી રમેશ દામજી સહિતનાઓનો સમાવેશ થાય છે.

(9:19 pm IST)