Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

૩ વર્ષ પહેલા યુ.એસ.માં આર્મી સ્પેશ્યાલીસ્ટ તરીકે જોડાયેલા ઇન્ડિયન અમેરિકન શ્રી હિરેન કોરાટનું નાગરિકત્વ મંજુર

વોશીંગ્ટનઃ ૩ વર્ષ પહેલા યુ.એસ.માં આર્મી સ્પેશ્યાલીસ્ટ તરીકે જોડાયેલા ભારતના શ્રી હિરેન કોરાટને આખરે લાંબી પ્રક્રિયામાંથી પસાર થયા બાદ અમેરિકાનું નાગરિકત્વ મળ્યું છે.

જો કે નાગરિકત્વ મળવામાં વિલંબ થવાથી અમેરિકન સિવિલ લીબર્ટીઝ યુનિયનએ જાન્યુ ૨૦૧૯માં દાવો દાખલ કરવાની ફરજ પડી હતી. તથા નાગરિકત્વ વહેલી તકે મળી જાય તે માટે વિનંતી કરી હતી. જેના અનુસંધાને શ્રી કોરાટને ૧૬ ઓગ.૨૦૧૯ના રોજ યુ.એસ. સિટીઝનશીપ એન્ડ ઇમીગ્રેશન સર્વિસીઝના ડીરેકટર એન્ડ્રિયા રોજર્સ દ્વારા શપથવિધિ કરાવી નાગરિકત્વ અપાયું હતું. તેવું જાણવા મળે છે.

(8:59 pm IST)