Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

શિકાગોના સ્‍વામીનારાયણ મંદિરમાં દિવાળી પર્વની ઉજવણી નિમીતે અન્નકુટ તથા એકતા યુનિટી આયોજન આધારિત પ્રદર્શનનું હરિભકતોની જરૂરીયાત ધ્‍યાનમાં લઇ સામુહિક ચોપડા પુજન, આતશબાજી, તથા વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું કરવામાં આવેલું આયોજનઃ નાની વયના કિશોરો તથા કિશોરીઓ તેમજ નવ યુવાન તેમજ યુવતિઓએ નવા વષાો પરિધાન કરી ધાર્મિક તેમજ અન્‍ય કાર્યક્રમોમા ભાગ લીધોઃ સાધુ સંતોએ નવ વર્ષના દિને હરિભકતોને આપેલા આર્શીવાદ, આતશબાજીમાં હજારો લોકો જોડાયા.

(કપિલાશાહ દ્વારા)  શિકાગો : બોચાસણવાસી અક્ષર પુરૂષોતમ સંસ્‍થા સંચાલીત  સ્‍વામીનારયાણનું ભવ્‍ય મંદિર બાટેલેટ ટાઉનમાં આવેલુ છે અને તેમાં દિવાળી પર્વની ઉજવણી ધામધુમથી કરવામા આવી હતી. આ પ્રસંગે હરિભકતો મોટી સંખ્‍યામા હાજર રહ્યા હતા. અને તેઓએ આ પ્રસંગોએ યોજવામા આવેલ વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોમા ભાગ લીધો હતો.

દિવાળીની ઉજવણી પ્રસંગે મંદિરમાં સામુહિક રીતે  ચોપડા પૂજનનો કાર્યક્રમ યોજવામા આવ્‍યો હતો. જેમા ભાઇ બહેનોએ  મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી ભાગ લીધો હતો. આ વેળા આતશબાજીનો કાર્યક્રમ પણ યોજવામા આવ્‍યો હતો અને લગભગ અર્ધો કલાક માટે યોજાયો હતો. આ પ્રસંગે નાના બાળકોને વધે આનંદ આવ્‍યો હતો અને તેઓ પરિવારના સભ્‍યો સાથે અનેરો આનંદ માણતા હતા.

દિવાળી પર્વની ઉજવણી નિમિતે મંદિર તથા પ્રદર્શનના સ્‍થળે અન્નકુટના દર્શનનું આયોજન કરવામાં  આવ્‍યુ હતુ. આ વેળા એકતા વ્‍યુનીટીની વિચારસરણી આધારિત એક સૂંદર પ્રદર્શન યોજવામા આવ્‍યુ હતુ અન સ્‍વયં સેવક ભાઇ બહેનો તમામ લોકોને આ પ્રદર્શનથી માહીતગાર કરતા હતા.

અંતમા સાધુ સંતો, હરિભકતો નવા વર્ષના આર્શીવાદ આપતા હતા અને તેની  સાથે સાથે  હરિભકતો પણ એક બીજાને નવા વર્ષ નીમીતે અભિનંદન પાઠવતા હતા.

(12:00 am IST)