Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

શિકાગોના જલારામ મંદિરના હરિભકતાએ પૂજય જલારામ બાપાની ર૧૯મી જન્‍મ જયંતીની કરેલી શાનદાર ઉજવણીઃ ૭૦૦ જેટલા હરિભકતોએ આપેલી હાજરી : ભજન સંધ્‍યાનું કરવામાં આવેલું આયોજન અને તેમા શૈલેન્‍દ્ર ભારતીએ સુંદર ભજનો રજુ કર્યાઃ મંદિરના બાળવિહારના બાળકોએ સૂ઼દર મનોરંજન કાર્યક્રમ રજુ કર્યાે અને સર્વેને મુખ્‍ય મહેમાનોના વરદ હસ્‍તે ઇનામ અપાયાઃ હરિભકતો માટે મહાપ્રસાદનું કરાયેલું આયોજન

(કપિલાશાહ દ્વારા) : શિકાગોઃ  શિકાગો નજીક  હોફમેન એસ્‍ટેટ ટાઉનમાં શ્રી જલારામ બાપાનું એક ભવ્‍ય કલાત્‍મક મંદિર આવેલ છે. અને તેના સંચાલકો તથા હરિભકતોએ આનંદ અને ઉલ્લાસથી પૂજય જલારામ બાપાની ર૧૯ મી જન્‍મ જયંતિ શાનદાર રીતે ઉજવણી કરી હતી અને આ પ્રસંગે નવેમ્‍બર માસની ૧૭મી તારીખને શનિવારે મંદિરના ભવ્‍ય મધ્‍યસ્‍થ હોલમાં ઉજવાયો હતો જેમાં એક અંદાજ અનુસાર ૭૦૦ જેટલા હરિભકતોએ હાજરી આપી હતી.

આ ઉત્‍સવની શરૂઆતમાં કળશ પૂજા, ધ્‍વજા પુજા, મહાપજા તેમજ અન્નકુટનું આયોજન કરવામાં આવ્‍યુ હતુ અને આ ઉત્‍સવના  મુખ્‍ય મહેમાન પદે મનીષભાઇ અને અસ્‍મીતાબેન પટેલ તેમજ તેમની સાથે ડો. કમલભાઇ અને ચારૂબેને વિભાકર પણ જોડાયા હતા.

આ પ્રસંગે બાળવિહારના બાળકો અને કિશોરોએ પણ સુંદર  સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજુ કર્યો હતો. અને તમામ કલાકારોને  કલ્‍પેશભાઇ તથા દિપાબેન મોદી તરફથી  ઇનામો આપવામાં આવ્‍યા હતા.

પૂજય જલારામ બાપાની જન્‍મ જયંતિ પ્રસંગે ભજન સંધ્‍યાનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતુ. જેની રાજુભાઇ શૈલેન્‍દ્ર ભારતીએ સુંદર રીતે કરી હતી. અને તમામ હરિભકતોએ તેમા જરૂરી સાથ અને સહકાર આપ્‍યો હતો.

૭૦૦ જેટલા હરિભકતો માટે મહાપ્રસાદની પણ વ્‍યવસ્‍થા કરવામાં  આવી હતી. અને અંતમા  જલારામ મંદિરના ચેરમેન ચિરાયુભાઇ પરીખ તથા બોર્ડ ઓફ ટ્રસ્‍ટીપદના સભ્‍ય યોગેશભાઇ ઠકકરે લગભગ તમામ હરિભકતોનો આ કાર્યક્રમને સફળ બનાવવા જે સહકાર આપેલ છે તે બદલ આભારની લાગણી વ્‍યકિત કરી હતી.

(10:20 pm IST)