Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટણી લડવા ભારતીય અગ્રણીઓનો અભિપ્રાય લેવાનું શરૂ : યુ.એસ.ના સૌપ્રથમ હિન્દૂ સાંસદ મહિલા સુશ્રી તુલસી ગબ્બાર્ડ ટૂંક સમયમાં નિર્ણય જાહેર કરે તેવી શક્યતા

 

હવાઈ : અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટણી લડવા ભારતીય અગ્રણીઓનો  અભિપ્રાય લેવાનું યુ.એસ.ના સૌપ્રથમ હિન્દૂ સાંસદ મહિલા સુશ્રી તુલસી ગબ્બાર્ડ શરૂ કરી દીધું છેજે અંગે તેઓ ટૂંક સમયમાં નિર્ણય જાહેર કરે તેવી શક્યતા છે.

 અમેરિકામાં 2020 ની સાલમાં પ્રેસિડન્ટ પદ માટેની ચૂંટણીઓ યાજાવાની છે.તેમાં ઉપરોક્ત હવાઇના હિન્દૂ સાંસદ મહિલા સુશ્રી તુલસી ગબ્બાર્ડનું નામ થોડા સમયથી ચર્ચામાં છે. અંગે તેઓ  અગ્રણી ભારતીયોનો અભિપ્રાય મેળવી ટૂંક સમયમાં પોતાનો નિર્ણય જાહેર કરશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:17 pm IST)