Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

ગુજરાતી અમેરિકન શ્રી સી.જે.પટેલના ગ્રાહકને અધધ...૧.૫ બિલીયન ડોલરનો જેકપોટઃ સાઉથ કેરોલિનામાં સિમ્પસન વિલ્લે ખાતે સ્ટોર ધરાવતા ગુજરાતી વ્યાપારી રાતોરાત સુવિખ્યાત બની ગયા

સાઉથ કેરોલિનાઃ યુ.એસ.ના સાઉથ કેરોલિનામાં વસતા ગુજરાતી અમેરિકન શ્રી સી.જે.પટેલ રાતોરાત સુવિખ્યાત થઇ ગયા છે. કારણ કે સિમ્પસન વિલ્લે ખાતેના તેમના સ્ટોરમાંથી વેચાયેલી લોટરી ટિકિટ ૧.૫ બિલીયન ડોલર જીતવા નસીબદાર થઇ છે.

શ્રી પટેલને આ લોટરીના વેચાણથી ૩૦ હજાર ડોલરનું કમિશન મળશે. જે તેઓ પોતાના સ્ટોરના ૪ કર્મચારીઓ વચ્ચે વહેંચી દેશે. ખાસ તો આ લોટરીના કારણે તેમના વ્યવસાયમાં ખાસ્સો એવો વધારો થશે.

તેઓ ૧૯૯૬ની સાલથી અમેરિકામાં સ્થાયી થયા છે. તથા પરિવાર સાથે નિવાસ કરે છે.

(9:16 pm IST)