Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

" દિવાળી મેલા ": અમેરિકામાં આર્ટિસીયા કેલિફોર્નિયા મુકામે 3 નવે.2018 શનિવારના રોજ કરાયેલું આયોજન : ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન એશોશિએશન્સ ના ઉપક્રમે ઉજ્વાનારા આ દિવાળી ઉત્સવમાં રોશનીનો ઝગમગાટ,ફ્રી હેલ્થફેર,તથા બૉલીવુડ ગીતોની રમઝટ બોલશે : તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ

યુ.એસ.માં આર્ટિસીયા પાર્ક,16750,કલાર્કડેલ એવ આર્ટિસીયા કેલિફોર્નિયા મુકામે 3 નવે.2018 શનિવારના રોજ 'દિવાળી મેળા ' નું આયોજન કરાયું છે.સીટી ઓફ આર્ટિસીયા,તથા ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન એશોશિએશન્સ ના ઉપક્રમે ઉજ્વાનારા દિવાળી ઉત્સવમાં રોશનીનો ઝગમગાટ,ફ્રી હેલ્થફેર,તથા બૉલીવુડ સિંગર્સ સુમિત્રા એયર,અને સિદ્ધાંત ભોંસલેના ગીતોનું આયોજન કરાયું છે.ઉજવણીનો સમય સાંજે 6 વાગ્યાથી રાત્રીના 10-30 વાગ્યા સુધીનો રહેશે  જેમાં તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:40 pm IST)