Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

યુ.એસ.સ્થિત ઇન્ડિયન અમેરિકન સોફ્ટવેર એન્જીનીઅર દંપતિ વિષ્ણુ વિશ્વનાથ તથા મીનાક્ષી મુર્થીનું કરૂણ મોત : કેલિફોર્નિયામાં આવેલા યોસેમિટી રાષ્ટ્રીય ઉદ્યાનની પર્વતમાળા ઉપરથી 800 ફૂટ નીચે ગબડી પડ્યા

કેલિફોર્નિયા :યુ.એસ.ના સાન ફ્રાન્સિસ્કોમાં સ્થાયી થયેલા ભારતીય મૂળના દંપતીનું કેલિફોર્નિયામાં આવેલા યોસેમિટી રાષ્ટ્રીય ઉદ્યાન પાર્કની પર્વતમાળા ઉપરથી 800 ફૂટ નીચે પડતા કરૂણ મોત થયું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 ભારતીય મૂળના સ્વ. 29 વર્ષીય  વિષ્ણુ વિશ્વનાથ તથા 30 વર્ષીય મીનાક્ષી મુર્થીની ઓળખ ગઈ કાલ સોમવારે દંપતી તરીકે થઇ હતી.જેઓ ઉદ્યાનની પર્વતમાળા ઉપરથી 800 ફૂટ નીચે ગબડી પડતા મોતને ભેટ્યા હતા.દંપતી હજુ થોડો સમય પહેલા ન્યૂયોર્કથી સાન ફ્રાન્સિસ્કોમાં રહેવા આવ્યું હતું સ્વ.વિષ્ણુને સાન જોસ મુકામે cisco માં એન્જીનીઅર તરીકે નોકરી મળતા તેઓ સાન ફ્રાન્સિસ્કોમાં સ્થાયી થયા હતા.દંપતીને પ્રવાસ તથા સાહસનો શોખ હતો.પતિ પત્ની કેવી રીતે પર્વત ઉપરથી નીચે પડી ગયા તે જાણી શકાયું નથી.બંને સોફ્ટવેર એન્જીનીઅર હતા તથા 2014 ની સાલમાં લગ્ન ગ્રંથિથી જોડાયા હતા.

(11:36 am IST)