Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

અમેરિકાના હયુસ્ટનમાં ૧૧ થી ૧૪ ઓકટો.૨૦૧૯ દરમિયાન ઇન્ટરનેશનલ મિડીયા કોન્ફરન્સ યોજાશેઃ ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય મૂળના મહિલા ડો.ચૈથન્યને એવોર્ડથી સન્માનિત કરાશે

હયુસ્ટનઃ યુ.એસ.માં ઇન્ડો અમેરિકન પ્રેસ કલબ (IAPC)ના ઉપક્રમે ૧૧ ઓકટો.થી ૧૪ ઓકટો ૨૦૧૯ દરમિયાન યોજાનારી ૬ઠ્ઠી વાર્ષિક ઇન્ટરનેશનલ મિડીયા કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય મૂળના મહિલા ડો.ચૈથન્યને ગ્લોબલ એન્ટ્રીપ્રિનીઅર એવોર્ડથી સન્માનિત કરાશે.

ડો.ચૈથન્ય સ્કિન લેબ તથા બ્યુટી કિલનિકસના ફાઉન્ડર છે તેમજ AMTAN MEDICAL ના કો-ફાઉન્ડર છે. તેઓ ઓસ્ટ્રેલિયાના કિવન્સ લેન્ડમાં ૮ મેડીકલ સ્ટોર ધરાવે છે. તથા ડો.તન્યા નામથી વિશ્વ પ્રસિધ્ધ છે.

આ તકે મિડીયા પ્રતિનિધિઓ ફાઇન આર્ટસ, બિઝનેસ તેમજ સોશીઓ પોલિટીકસ વિભાગના પ્રતિનિધિઓ વિશાળ સંખ્યામાં હાજરી આપશે. કોન્ફરન્સનું આયોજન IAPC હયુસ્ચન તથા ડલાસ ચેપ્ટરના ઉપક્રમે કરાયું છે. જેમાં જુદા જુદા ક્ષેત્રોના ૫૦૦ ઉપરાંત પ્રતિનિધિઓ હાજર રહેવાની ધારણાં છે.

(8:57 pm IST)