Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

રસીના બંને ડોઝ લીધા હશે તો જ ગ્રીન કાર્ડ મળી શકશે : અમેરિકામાં વસતા વિદેશી મૂળના નાગરિકો માટે સરકારની ઘોષણા : ગ્રીન કાર્ડ માટેની પ્રતીક્ષામાં ભારતીયોની સંખ્યા મોટી હોવાથી ચિંતા


વોશિંગટન : અમેરિકામાં વસતા વિદેશી મૂળના નાગરિકો માટે સરકારે કરેલી ઘોષણા મુજબ 1 ઓક્ટોબરથી જેઓએ રસીના બંને ડોઝ લીધા હશે તેમને જ ગ્રીન કાર્ડ મળી શકશે

આ નવા આદેશથી સૌથી વધુ ભારતીયોને ચિંતા પેઠી છે કેમ કે અમેરિકાના ગ્રીનકાર્ડ માટે અરજી કરનારા વિદેશી લોકોમાં સૌથી વધુ સંખ્યા  ભારતીયોની છે. ખાસ કરીને એચ-1બી વીઝા હેઠળ હાલ અમેરિકામાં રહેતાં અને ગ્રીનકાર્ડ માટે અરજી કરનારા તમામ અરજદારો જ્યારે મેડિકલ ટેસ્ટ માટે આવે ત્યારે તેઓએ અમેરિકામાં ઉપયોગ માટે માન્ય કરાયેલી અથવા તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (હૂ) દ્વારા ઇમરજન્સી ઉપયોગ માટે ભલામણ કરાયેલી રસીના બે ડોઝ લીધા છે તેવું  સત્તાવાળાઓ પાસેથી પ્રાપ્ત પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

અરજદાર પાસે પોતાની રોગપ્રતિકારક શક્તિનો પૂરાવો હોય તેમ છતાં તેઓએ વેક્સીનના બે ડોઝ ફરજીયાત પણે લીધેલા હોવા જોઇશે. જોકે વેક્સીન માટે વયમર્યાદાના કારણે જે લોકો લાયક ઠરતા નથી તેઓએ વેક્સીનના બે ડોઝ લીધા હોવા જરૂરી નથી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(12:14 pm IST)