Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

‘‘પ્રથમ એજયુકેશન ફાઉન્‍ડેશન'' : દર વર્ષે ભારતના ૧૦ લાખ બાળકોને શિક્ષણ આપી શિક્ષિત કરતું NGO : ર૦૧૮ ની સાલના LIU Choo Woo પ્રાઇઝ માટે પસંદ થતા ખુશી વ્‍યકત કરતા ફાઉન્‍ડેશનના CEO સુશ્રી રૂક્ષ્મણી બેનરજી

ન્‍યુ દિલ્‍હીઃ ભારતના NGO ‘‘ પ્રથમ એજયુકેશન ફાઉન્‍ડેશન'' ને ર૦૧૮ ની સાલના LIU  Choo Woo પ્રાઇઝ માટે પસંદ થયેલા ૩  NGO માં સ્‍થાન મેળવ્‍યું છે.

વિશ્વની નિરક્ષરતાની સમસ્‍યાને ધ્‍યાને લઇ વધુમાં વધુ  લોકોને અક્ષરજ્ઞાન આપવાની સાથે શિક્ષિત કરવા માટે અપાતા આ પ્રાઇઝ માટે પસંદગી પામેલ ભારતના ‘‘ પ્રથમ એજયુકેશન ફાઉન્‍ડેશન''દ્વારા દર વર્ષે ૧૦ લાખ બાળકોને શિક્ષણથી સજજ કરવામાં આવે છે.

આ એવોર્ડ માટે પસંદગી પામવા બદલ ફાઉન્‍ડેશનના CEO સુશ્રી રૂક્ષ્મણી બેનરજીએ આનંદ તથા રોમાંચ વ્‍યકત કરવાની સાથે સત્‍કાર્યમાં પ્રોત્‍સાહન મળ્‍યાની ખુશી વ્‍યકત કરી હતી.

(11:41 pm IST)