Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

બ્રિટનના સ્કોટલેન્ડમાં આવેલા શીખ ગુરૂદ્વારામાં આગઃ હેટક્રાઇમ સમાન ઘટનાની પોલીસ તપાસ દરમિયાન એક ૪૯ વર્ષીય શકમંદ શખ્સની ધરપકડ

લંડનઃ બ્રિટનમાં સ્કોટલેન્ડના લીથ શહેરમાં આવેલા શીખ ગુરૂદ્વારામાં મંગળવાર સવારે પાંચ વાગ્યે આગ લાગી ગઇ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે હેટક્રાઇમ સમાન આ ઘટના મુજબ આગ ઇરાદાપૂર્વક લગાડવામાં આવી હોવાનું અનુમાન છે.

જો કે આગથી કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ ગુરૂદ્વારા બિલ્ડીંગને નુકશાન પહોંચ્યું છે

સ્કોટલેન્ડ પોલીસના જણાવ્યા મુજબ આગને તુરત જ કાબુમાં લઇ લેવાઇ હતી. તથા આ આગની ઘટના અંગે તપાસ ચાલુ કરી દેવાઇ છે. તથા એક ૪૯ વર્ષીય શકમંદની ધરપકડ કરાઇ છે.

(8:56 am IST)