Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

કેલિફોર્નિયાના બે એરિયામાં બે સમાજ સેવકોનું ભવ્‍ય બહુમાન કરાયુ.

ફ્રીમોન્‍ટ( કેલિફોર્નિયા) :      કેલિફોર્નિયાના સીલીકોન વેલી વિસ્‍તારમાં ગુજરાતી મિત્રો વસેલા છે. જેમના લોહીમાં જ આધ્‍યાત્‍મીકતા અને  સમાજ સેવાના ગુણો જન્‍મેલા હોય છે. આ વિસ્‍તારમાં જ ૪પ જેટલી ગુજરાતી- સામાજીક અને આધ્‍યાત્‍મિક સંસ્‍થાઓ કાર્યરત છે. જેમાં ફ્રીમોન્‍ટ સીટીમાં હિન્‍દુ  ટેમ્‍પલ અને  કલ્‍ચરલ સેન્‍ટરમાં સીનીયર મિત્રમંડળ ચાલે છે. જેમાં અનેક  પ્રવૃતિઓનું આયોજન  કરવામાં આવે છે.

        આ સેન્‍ટરના મુખ્‍ય કન્‍વીનર શ્રી સહાનીના માર્ગદર્શન હેઠળ શ્રી રમેશભાઇ બી. પટેલ( ફ્રીમોન્‍ટવારા) કાર્યક્રમોનુ સફળ આયોજન અને સંચાલન કરી રહ્યા છે.  આ સિલીકોનવેલી વિસ્‍તારમાં તા. ૩ જુન ર૦૧૮ ના રોજ સામાજીક અને આધ્‍યાત્‍મિક સેવાઓ માટે બે વ્‍યકિતઓનું  પ્રસંસાપત્ર અર્પણ કરી બહુમાન કરાયું  હતુ. જેમાં સાહિત્‍યક્ષેત્રે પ્રદાન બદલ સાહિત્‍યકાર શ્રી પી.કે. દાવડાનું  એટરની ડીસ્‍ટ્રીકટ  ર૬-ર૭ ના એટરની મેમ્‍બર શ્રી એસ. કાલરા તરફથી અને સામાજીક અને આધ્‍યાત્‍મિ ઉત્તમ સેવાઓ  પ્રદાન કરવા બદલ રીટાયર્ડ પ્રોફેસર શ્રી લાલજીભાઇ રાઠોડનું ડી.૧પ સેનેટ ડીસ્‍ટ્રીકટના સેનેટર શ્રી જીમબેલ તરફથી શાંતાકલેરા કાઉન્‍ટ્રીના કમિશ્રનર શ્રી નરેન્‍દ્ર પાઠક દ્વારા તેમના વદર હસ્‍તે આ બંને મહાનુભાવોને પ્રસંસાપત્ર અર્પણ કરાયા હતા. આ પ્રસંગે સેન્‍ટરમાં ઉપસ્‍થિત સૌ સીનીયર મિત્રોએ અભિનંદન આપ્‍યા હતા. તેવું લાયન MJF શ્રી સી.બી. પટેલની યાદી જણાવે છે.

(11:30 pm IST)