Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

શિકાગોમાં જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટનના સંચાલકોએ ઓગષ્‍ટ માસની ચોથી તારીખને શનિવારે મેળાનું કરેલું આયોજનઃસોસાયટીના સભ્‍યો તથા હિતેચ્‍છુઓને તેનો લાભ લેવા સંચાલક મંડળના સભ્‍યોની નમ્ર વિનંતીઃ બપોરે બાર વાગ્‍યાથી મેળાની શરૂઆત થશે

(કપિલા શાહ દ્વારા ) શિકાગોઃ    જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન  શિકાગોના પટૃાંગણમાં  ઓગષ્‍ટ માસની ચોથી તારીખે ને શનિવારે એક મેળાનું  આયોજન કરવામાં  આવેલ છે. અને તેમાં સોસાયટીના સભ્‍યો તથા  હિેતેચ્‍છુઓને  ભાગ  લેવા સંચાલકોએ વિનતંતી કરેલ છે.

     પ્રતિ વર્ષે યોજવામાં  આવતા આ મેળો ચોથી ઓગષ્‍ટના રોજ યોજાશે અને તેમાં વિવિધ પ્રકારની ભારતીય વાનગીઓ રજુ કરવામાં આવશે અને દરેક લોકોએ  નકકી કરેલ કિંમતના ભાવે તે વેચાતી લેવાની રહેશે અને ટીકીટના વેચાણ દ્વારા એકત્રિત કરવામાં આવેલ તમામ નાણાઓ સોસાયટીમાં જમા કરવામાં આવશે.

ગયા વર્ષે પણ  સભ્‍યોએ  મોટી સંખ્‍યામાં ભાગ લઇને તેનો આનંદ માણ્‍યો હતો અને તેવોજ આનંદ આ વર્ષે પણ સૌ સભ્‍યો માણશે એવી સંચાલકોની ધારણા છે.

(11:29 pm IST)