Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

ગાયત્રી યજ્ઞ, વાસ્‍તુ પુજા, તથા સત્‍યનારાયણ કથાઃ અમેરિકાના ન્‍યુજર્સીમાં બ્રાહ્મિન સમાજ ઓફ USA ના કમિટિ મેમ્‍બર શ્રી કૌશિકભાઇ વ્‍યાસના નવા નિવાસસ્‍થાને યોજાઇ ગયેલો કાર્યક્રમ

(દિપ્તીબેન જાની દ્વા)રાઃ ન્‍યુજર્સી :      યુ.એસ. માં ન્‍યુજર્સી સ્‍થિત બ્રાહ્મિન સમાજ ઓફ USA ના કમિટિ મેમ્‍બર શ્રી કૌશિકભાઇ તથા  શ્રીમતિ દિપ્તીબેન વ્‍યાસના નવા નિવાસ્‍થાને રર જુલાઇ ર૦૧૮  રવિવારના રોજ ગાયત્રી યજ્ઞ, વાસ્‍તુ પૂજા, તથા સત્‍યનારાયણ કથાનું આયોજન કરાયું હતુ.

            L T   ફુડસ અમેરિકાસના ડીરેકટર  તથા યુનાઇટેડ રૂદ્ર ફાઉન્‍ડેશન  USA  ના ફાઉન્‍ડર શ્રી કાશિકભાઇના નિવાસ સ્‍થાને યોજાયેલા આ ધાર્મિક  કાર્યક્રમમાં બહ્મસમાજ ઓફ  USA ના કમિટિ મેમ્‍બર્સ તથા મિત્રોએ સપરિવાર હાજરી આપી હતી. તથા  પૂજા વિધિમાં જોડાવાનો લહાવો લીધો હતો. આ પ્રસંગે બહ્મભોજનનું પણ આયોજન કરાયું  હતુ જેનો સહુએ આનંદ માણ્‍યો હતો. તેવું શ્રી કૌશિકભાઇ વ્‍યાસ 646 - 750 - 4400  ની યાદી જણાવે  છે.

(11:27 pm IST)