Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

અમેરિકામાં શ્રી દ્વારકાધિશ ટેમ્‍પલ પાર્લિન ન્‍યુજર્સીમાં ‘‘હિંડોળા મનોરથ'' શરૂઃ ૨૮ જુલાઇ થી શરૂ થયેલા હિંડોળા દર્શનનો ૨૯ ઓગ.૨૦૧૮ સુધી લહાવોઃ ચાંદીના હિંડોળા, ફુલના,કાચના,પવિત્રાના, સુકામેવાના, ખસખસના, સહિત વિવિધ હિંડોળા દર્શનોનો લાભ લેવા વૈશ્નવોને પાઠવાયેલું આમંત્રણ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ શ્રી દ્વારકાદિશ ટેમ્‍પલ, ૭૧૭, વોશીંગ્‍ટન રોડ, પાર્લિન, ન્‍યુજર્સીના ઉપક્રમે ૨૮ જુલાઇ ૨૦૧૮ અષાઢ વદ ૧ થી હિંડોળા મનોરથ શરૂ  થયેલ છે.

આ મનોરથ અંતર્ગત આજ ૩૦ જુલાઇ સોમવાર તથા આવતીકાલ ૩૧ જુલાઇ મંગળવારના રોજ ચાંદીના હિંડોળાના દર્શન થશે.

૧ ઓગ.બુધવારે કેસરી ઘટા, તથા ૨ ઓગ.ગુરૂવારે ચાંદીના હિંડોળા, ૩ ઓગ.શુક્રવારે સંધ્‍યાદર્શનમાં ઉત્‍સવશ્રી દ્વારકાધિરાજી તથા શપનમાં ફુલના હિંડોળાના દર્શન થશે.

૪ ઓગ. શનિવારે લાલ ઘટા, તથા પ ઓગ.રવિવારે સંધ્‍યા દર્શનમાં ગિરિકંદરામાં ઝુલા, તથા શયનમાં હિંડોળાના દર્શન થશે.

૬ ઓગ. સોમવારે ગુલાબી ઘટા, ૭ ઓગ. મંગળવારે બેગની ઘટા તથા શયનમાં હિંડોળા દર્શન થશે ૮ ઓગ.બુધવારે ફિરોજી ઘટા, ૯ ઓગ.ગુરૂવારે દૂહેરા મંડાન તથા ૧૦ ઓગ.શુક્રવારે સંધ્‍યા દર્શનમાં સોનેરી પીળી ઘટા તથા શપનમાં હિંડોળા દર્શન થશે.

૧૧ ઓંગ.શનિવારે સંધ્‍યા દર્શન અંતર્ગત હરિયાળી અવાસ તથા શયનમાં હરિઘટા ઝુલાના દર્શન થશે. ૧૨ ઓગ.રવિવારે શાકભાજીના હિંડોળા, ૧૩ ઓગ. સોમવારે ઠકુરાની ત્રીજ બગીચામાં તથા શયનમાં ફુલના હિંડોળાના દર્શન થશે ૧૪ ઓગ.મંગળવારે સંધ્‍યા દર્શનમાં લહેરીયા તથા શયનમાં હિંડોળા દર્શન થશે. ૧૫ ઓગ. બુધવારે નાગપંચમી પાનના હિંડોળા, તથા ૧૬ ઓગ. ગુરૂવારે સંધ્‍યામાં મચકી ઝુલા તથા શયનમાં હિંડોળાના દર્શન થશે.

૧૭ ઓગ.શુક્રવારે સંધ્‍યા દર્શનમાં નીલપીત તથા શયનમાં નીલપીત દર્શન, ૧૮ ઓગ.શનિવારે સંધ્‍યા તથા શયનમાં સફેદ ઘટા ૧૯ ઓગ.રવિવારે શયનમાં સુકામેવાના હિંડોળાના દર્શન થશે. ૨૦ ઓગ. સોમવારે સંધ્‍યા તથા શયનમાં શ્‍યામ ઘટા, ૨૧ ઓગ. મંગળવારે સંધ્‍યા તથા શયનમાં મોતીના હિંડોળા, રર ઓગ. બુધવારે સંધ્‍યામાં પવિત્રા એકાદશી તથા શયનમાં પવિત્રાનો હિંડોળો, તથા ૨૩ ઓગ. ગુરૂવારે પવિત્રા બારસ તથા પવિત્રાના હિંડોળાના દર્શન થશે. ૨૪ ઓગ. શુક્રવારે જડતરનો હિંડોળો તથા ૨૫ ઓગ શનિવારે મચકીના હિંડોળાના દર્શન થશે. ૨૬ ઓગ. રવિવારે પૂર્ણિમાં  રક્ષાબંધન તથા કાચના હિંડોળાના દર્શન થશે.

૨૭ ઓગ. સોમવારે ખસખસનો હિંડોળો, ૨૮ ઓગ. મંગળવારે કુંજ હિંડોળા, તથા ૨૯ ઓગ બુધવારે હિંડોળા વિજય સંધ્‍યામાં ૫-૩૦ કલાકે થશે.

જન્‍માષ્‍ટમી ૩ સપ્‍ટેં. સોમવારે ઉજવાશે.

મનોરથ ન્‍યોચ્‍છાવર માટે શનિ-રવિ ૨૫૧ ડોલર તથા સોમ થી શુક્રવાર ૧૫૧ ડોલર રાખેલ છે.

વધુ માહિતિ માટે મંદિરના કાર્યાલયનો કોન્‍ટેક નં.૭૩૨-૨૫૪-૦૦૬૧ દ્વારા સંપર્ક સાધવા મંદિરની યાદીમાં જણાવાયું છે.

(11:26 pm IST)