Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

‘‘મીટ એન્‍ડ ગ્રીટ'': અમેરિકામાં ન્‍યુયોર્ક મુકામે ભારતના કેન્‍દ્રીય મિનીસ્‍ટર શ્રી પુરૂષોતમ રૂપાલા સાથે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભારતીય વિધાભવન, GSNY તથા TV Asia ના અગ્રણીઓની ઉપસ્‍થિતિ

ન્‍યુયોર્કઃ યુ.એસ.માં કોન્‍સ્‍યુલ જનરલ ઓફ ઇન્‍ડિયા, ન્‍યુયોર્ક ગુજરાતી સમાજ ઓફ ન્‍યુયોર્ક, ભારતીય વિધાભવન  USA તથા TV Asia ના સંયુકત ઉપક્રમે ર૯ જુલાઇ  ર૦૧૮  રવિવારના રોજ ભારતના એગ્રિકલ્‍ચર એન્‍ડ ફાર્મર્સ વેલ્‍ફેર તથા પંચાયતી રાજના  રાજયક્‍ક્ષાના મિનીસ્‍ટર પુરૂષોતમભાઇ રૂપાલા સાથે ‘‘મીટ એન્‍ડ ગ્રીટ'' કાર્યક્રમ યોજાઇ ગયો.

શ્રીમતિ મણીબેન મિષાી સભાગૃહ,  ૧૭૩-૧પ,  હોરેસ હાર્ડીગ એક્ષ્પી, ફ્રેશ મિડોસ, ન્‍યુયોર્ક મુકામે યોજાઇ ગયેલા આ પ્રોગ્રામમાં બપોરે ૪-૩૦ કલાકે ટી એન્‍ડ એપિરાઇઝર બાદ સાંજે  ૭ કલાકે લાઇટ ડીનરનું આયોજન કરાયું હતુ.

આ તકે ભવનના ચેરમેન ડોકટર સુશ્રી રશ્‍મિ તથા શ્રી નવિન મહેતા, શ્રી હરિヘચંદ્ર મિષાી, શ્રી મનહર કાકડિયા, શ્રી અરવિંદભાઇ પટેલ( રાજભોગ)  GSNY  પ્રેસિડન્‍ડ શ્રી મિનેશ  પટેલ, શ્રી હર્ષદ પટેલ( પકાજી) ( P P GSNY) શ્રી  હરૂભાઇ પટેલ( P P GSNY) શ્રી મુકુન્‍દ મહેતા (IASCCNY)  ડો. અરવિંદ શાહ ( VTઓફ NY)   શ્રી એચ.આર. શાહ (પદમશ્રી)  ( TV Asia ),શ્રી વિષ્‍નુભાઇ પટેલ ( P. P. GSNY)  શ્રી અજીત મોદી ( રાજભોગ) તથા શ્રી પ્રદિપસિંહ ગોહિલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. તેવું ભારતીય વિધા ભવન USA ની યાદી જણાવે છે.

(11:22 pm IST)