Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

ડોનાલ્ડ ટ્રમ્પએ મહિલા આગેવાનો સાથે તોછડી ભાષામાં વાત કરી હતી : જર્મનીના વાઇસ ચાન્સેલર એન્જેલા મર્કેલને મૂર્ખ કહ્યા : બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી થેરેસા મે ,તેમજ ફ્રાન્સના પ્રેસિડન્ટ સહિતના મહિલા નેતાઓની મજાક ઉડાવી : સી.એન.એન.રિપોર્ટ

વોશિંગટન : તાજેતરમાં સી.એન.એન.બ્રોડકાસ્ટરે વિશ્વસનીય સૂત્રો મારફત મેળવેલી માહિતીના આધારે રજૂ કરેલા રિપોર્ટમાં જણાવાયા મુજબ ડોનાલ્ડ ટ્રમ્પએ મહિલા આગેવાનો સાથે તોછડી ભાષામાં વાત કરી હતી જે અંતર્ગત  જર્મનીના વાઇસ ચાન્સેલર એન્જેલા મર્કેલને મૂર્ખ કહ્યા હતા.તથા બેવકૂફ જેવા અપમાનજનક શબ્દો વાપર્યા હતા.તેમણે બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી થેરેસા મે ,તેમજ ફ્રાન્સના પ્રેસિડન્ટ સહિતના મહિલા નેતાઓની મજાક ઉડાવી હતી. 

 

(7:49 pm IST)
  • ઉદ્ધવ સરકારનો નવો ફતવો : સરકારી ઓફિસોમાં મરાઠી ભાષાનો ઉપયોગ કરો : અમલ નહીં કરનારાનો પગાર નહીં વધે : ભવિષ્યમાં નોકરીમાંથી હાથ ધોવાની પણ નોબત આવશે access_time 8:38 pm IST

  • મોટી કંપનીનું વિમાન રન-વેથી સ્લીપ થઇ ગયું ? : દેશના મોટા કોર્પોરેટ હાઉસનું ખાનગી વિમાન પરમ દિવસે હૈદ્રાબાદ એરપોર્ટ ઉપર રન-વેની બહાર ચાલ્યુ ગયાના અહેવાલો મળે છે. પાંખો અને લેન્ડીંગ ગીયર ડેમેજ થયાનું ન્યુઝ ફર્સ્ટ નોંધે છે. જો કે વિમાનમાં બેઠેલાઓ અને મુસાફરો સલામત છે. વિગતો મેળવાઇ રહી છે. access_time 3:51 pm IST

  • રાજયમાં ૧૨ વાગ્યા સુધીમાં ૧૦૨ તાલુકામાંં વરસાદ : વેરાવળમાં ૨ ઇંચ, મોડાસામાં ૨ ઇંચ, મેંદરડામાં ૨ ઇંચ, સુત્રાપાડા ૨ ઇંચ, બેચરાજીમાં ૨ ઇંચ, ઘોઘામાં પોણા ૨ ઇંચ, જેસરમાં પોણા ૨ ઇંચ, મહેસાણામાં દોઢ ઇંચ, માળીયામાં દોઢ ઇંચ, ધ્રોલમાં દોઢ ઇંચ, લીલીયામાં સવા ઇંચ, હારીજમાં સવા ઇંચ, વિસાવદરમાં સવા ઇંચ, કોટડા સાંગાણીમાં સવા ઇંચ, સરસ્વતીમાં ૧ ઇંચ, માલપુરમાં ૧ ઇંચ, પાલીતાણામાં ૧ ઇંચ, લાઠીમાં ૧ ઇંચ ખાબકયો વરસાદઃ access_time 3:04 pm IST