Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

' ભૂ માફિયા " તરીકે વિશ્વમાં કુખ્યાત ચીને હવે ભૂતાનની અમુક જમીન પોતાની ગણાવી : ભૂતાન સરહદે 650 સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલી અભ્યારણની જમીન ઉપર હક્ક દર્શાવ્યો : ભૂતાને વિરોધ નોંધાવ્યો

થિમ્પુ : ' ભૂ માફિયા " તરીકે વિશ્વમાં કુખ્યાત ચીને હવે ભૂતાનની અમુક જમીન પોતાની ગણાવી છે.જે મુજબ  ભૂતાન સરહદે 650 સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલી અભ્યારણની જમીન ઉપર હક્ક દર્શાવ્યો છે.

ગ્લોબલ એન્વાયર્નમેન્ટ ફેસિલિટી કાઉન્સિલની 58મી મીટિંગમાં, ચીને ભૂતાનના સકતેંગ વન્યપ્રાણી અભયારણ્ય (Sakteng Wildlife Sanctuary)ની જમીન અંગે વિવાદ કર્યો હતો. આ પ્રોજેક્ટ માટેના ભંડોળનો પણ વિરોધ કર્યો. ભૂતાને ચીનની આ હરકત જોરદાર વિરોધ કર્યો છે. ભૂતાને કહ્યું- અમે તે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે આ જમીન અમારા દેશનો એક અતૂટ ભાગ છે.

સત્ય એ છે કે અભયારણ્યની આ ભૂમિ અંગે બંને દેશો વચ્ચે ક્યારેય વિવાદ થયો નથી. જો કે, હજી પણ બંને દેશો વચ્ચે કોઈ સીમાઓ નક્કી નથી. ચીન તેનો ફાયદો ઉઠાવવા પ્રયાસ કરી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રસપ્રદ વાત એ છે કે આ વન્યપ્રાણી અભયારણ્યને ક્યારેય વિશ્વ ફન્ડિંગ મળ્યું નથી. એટલે કે, વર્લ્ડ બેંક અથવા આઇએમએફએ તેના વિકાસ માટે ક્યારેય ભંડોળ આપ્યું નથી. જ્યારે પર્યાવરણ સુવિધા પરિષદમાં અભયારણ્યને નાણાં આપવાની વાત આવી ત્યારે ચીને એક નવી ચાલ ચાલતા  જમીનને પોતાની કહી હતી. જો કે, ચીનના વિરોધને બાજુ પર મૂકવામાં આવ્યો હતો. કાઉન્સિલે આ પ્રોજેક્ટને મંજૂરી આપી છે.

કાઉન્સિલમાં ચીન એક પ્રતિનિધિ છે. તે જ સમયે, ભૂતાનનો કોઈ સીધો પ્રતિનિધિ નથી. ભૂતાનનું પ્રતિનિધિત્વ ભારતીય આઈએએસ અધિકારી અપર્ણા સુબ્રમણિએ કર્યું હતું. તેઓ વર્લ્ડ બેંકમાં બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, માલદીવ્સ, નેપાળ, શ્રીલંકાના પ્રભારી છે.

2 જૂને, જ્યારે દરેક પ્રોજેક્ટની ચર્ચા થઈ રહી હતી, ત્યારે ચીની કાઉન્સિલના સભ્ય ઝોંગજિંગ વાંગે તેના પર વાંધો ઉઠાવ્યો હતો. તેમણે પોતાનો વિરોધ નોંધાવવા કહ્યું. ભારતીય અધિકારી અપર્ણા સુબ્રમણિએ ભૂતાન વતી કહ્યું હતું કે ચીનના દાવાને પડકારવામાં આવી શકે છે, પરંતુ ભૂતાનને સાંભળ્યા વિના આગળ વધવું યોગ્ય નહીં ગણાય.

સકતેંગ વન્યપ્રાણી અભયારણ્ય એ રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે અરુણાચલ પ્રદેશની સરહદે આવેલા ભૂતાનના પૂર્વીય ક્ષેત્રમાં 650 સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલ છે. તે અરૂણાચલમાં સેલા પાસથી લગભગ 17 કિમી દૂર છે. આ અભયારણ્યમાં લાલ પાંડા, હિમાલયન બ્લેક બિયર અને હિમાલયન મોનલ જેવા દુર્લભ વન્યપ્રાણીસૃષ્ટિ છે.

(12:35 pm IST)