Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

FIA ઓફ ન્યુયોર્કના ઉપક્રમે 21 જૂનના રોજ ' ઇન્ટરનેશનલ યોગા ડે ' ઉજવાયો : ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તીનો વિદાય સમારંભ પણ આ દિવસે ઉજવાયો

ન્યુયોર્ક : યુ.એસ.માં ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન ન્યુયોર્ક , ન્યુજર્સી ,એન્ડ કનેક્ટિકટના ઉપક્રમે 21 જૂનના રોજ ઇન્ટરનેશનલ યોગા ડે ઉજવાઈ ગયો.ઝૂમ એપ્લિકેશન દ્વારા કરાયેલી ઉજવણી અંતર્ગત યોગા કરાયા હતા.
આ તકે ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તીના હોદાની મુદત પણ પુરી થતી હોવાથી તેમનો વિદાય સમારંભ પણ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે એફ.આઇ.પ્રેસિડન્ટ શ્રી અનિલ બંસલ ,પેસ્ટ પ્રેસિડન્ટ શ્રી આલોકકુમાર ,કોન્સ્યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી સહિતના મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા.

 

(8:21 pm IST)