Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

કોવિદ -19 મહામારી વચ્ચે સેવાઓ આપવા બદલ હું ઇન્ડિયન અમેરિકન ફિઝીશીઅનશ માટે ગૌરવ અનુભવું છું : 27 જૂનના રોજ AAPI આયોજિત વર્ચ્યુઅલ સમિટમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ઉદબોધન

ન્યુદિલ્હી : અમેરિકન એશોશિએશન ઓફ ફિઝીશીઅનશ ઓફ ઇન્ડિયન ઓરિજીન ( AAPI ) ના ઉપક્રમે ભારતના વડાપ્રધાંન શ્રી નરેન્દ્ર મોદીના મુખ્ય અતિથિપદ હેઠળ 27 જૂનના રોજ વર્ચ્યુઅલ સમિટનું આયોજન કરાયું હતું.
         જેમાં શ્રી મોદીએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે વિદેશની ધરતી ઉપર પણ કોવિદ -19 મહામારી વચ્ચે સેવાઓ આપનાર ઇન્ડિયન અમેરિકન તબીબો માટે હું ગૌરવ અનુભવું છું.
          શ્રી મોદીના ઉદબોધન માટે AAPI પ્રેસિડન્ટ શ્રી સુરેશ રેડ્ડીએ આભારની લાગણી વ્યક્ત કરી હતી તથા જણાવ્યું હતું કે તેમના નેતૃત્વમાં ભારત વર્લ્ડ લીડર તરીકે ઉભરી રહ્યું છે.
          આ તકે ભારતના રાજદૂત શ્રી તરંજિત સંધુ તેમજ AAPI ચેર ઓફ બોર્ડ ટ્રસ્ટીઝ સુશ્રી સીમા અરોરા સહીત અધિકારીઓ હાજર રહ્યા હતા.

(8:10 pm IST)