Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

આપણા મહાન દેશનો વિરોધ કરનારને જેલ સજા ભોગવવી પડશે : અશ્વેત જોર્જ ફ્લોયડના મૃત્યુ બાદ ફાટી નીકળેલા તોફાનો દરમિયાન મૂર્તિની ભાંગફોડ કરનારાઓ સામે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ : નવા કાનૂનમાં હસ્તાક્ષર કર્યા

વોશિંગટન : અમેરિકામાં અશ્વેત જોર્જ ફ્લોયડનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ બાદ ફાટી નીકળેલા તોફાનો દરમિયાન અનેક મૂર્તિઓની ભાંગફોડ કરવામાં આવી હતી.જેના અનુસંધાને જેલ સજાની જોગવાઈ કરતા નવા કાનૂનમાં પ્રેસિડન્ટ ટ્રમ્પએ હસ્તાક્ષર કર્યા છે.
 જોકે, વ્હાઇટ હાઉસે હજી સુધી આ હુકમની વિગતો આપી નથી. વેટરન્સ મેમોરિયલ પ્રોટેક્શન એક્ટ હેઠળ, 2003માં કાયદો પસાર કરવામાં આવ્યો હતો, આવા કેસોમાં દંડ અને 10 વર્ષની સજાની જોગવાઈ છે.
ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે નવા ઓર્ડરમાં ઘણી બાબતોને આવરી લેવામાં આવી છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે, "મને અમેરિકન સ્મારકો અને મૂર્તિઓને સુરક્ષિત રાખવા ખૂબ જ કડક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા. આપણા મહાન દેશનો વિરોધ કરનારાઓને જેલની સજા ભોગવવી પડશે."

(12:15 pm IST)