Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

દુબઈમાં ભારતીય મૂળના દંપતીના હત્યારા પાકિસ્તાની નાગરિકને મોતની સજા મળવાની શક્યતા

દુબઇ : દુબઈમાં 18 જૂનના રોજ ચોરી કરવાના ઇરાદે ભારતીય મૂળના દંપતીના ઘરમાં ઘુસેલા અને દંપતી જાગી જતાં તેની હત્યા કરી નાખનારા આરોપી પાકિસ્તાની નાગરિકને મોતની સજા મળવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે બે વર્ષ અગાઉ ભારતીય મૂળના દંપતી હિરેન અઢિયા અનેતેના પત્ની  વિધિ અઢિયાના ઘરનું રીનોવેશન કરવા આવેલા આ પાકિસ્તાની મૂળના નાગરિકની દાનત બગડતા તે 18 જૂનના રોજ ચોરી કરવા આવ્યો હતો.પરંતુ દંપતી જાગી જતા તેની હત્યા કરી નાખી હતી.અને તેઓની પુત્રીને પણ ચાકુ મારી ઇજા પહોંચાડી નાસી છૂટ્યો હતો.

(6:20 pm IST)