Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોમાં ગુરૃદેવ ચિત્રભાનુજીની આરસની અર્ધ પ્રતિમાની થનારી અનાવરણ વિધિઃ રજતજયંતી મહોત્સવ પ્રસંગે દસ દિવસના ભચ્ચકક કાર્યક્રમોનું કરવામાં આવેલુ આયોજનઃ ૨૦ જેટલા મહાનુભાવો રજતજયંતિ મહોત્સવ પ્રસંગે શિકાગો પધારશે

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગો સંચાલીત જૈન જિનાલય તેના ૨૫ વર્ષ પૂર્ણ કરતુ હોવાથી તેના સંચાલક મંડળના સભ્યોએ રજતજયંતી મહોત્સવનું આયોજન કરેલ છે.

જુન માસની રરમી તારીખને શુક્રવારના રોજથી આ રજતજયંતી મહોત્સવની શરૃઆત થઇ છે અને તેની પૂર્ણાહુતિ જુલાઇ માસની ૧લી તારીખને રવીવારના રોજ થશે આ દિવસો દરમ્યાન વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે જેમાં પૂજનો તેમજ બે નાટકો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

આ અંગે વધારામાં જાણવા મળે છે તેમ જૂન માસની ૩૦મી તારીખને શનિવારે ફલોટ પ્રોસેસસનું આયોજન કરવામાં આવેલ છે અને તે પ્રસંગે તમામ મહાનુભાવો, રાજકીય આગેવાનો તથા શિકાગોમાં વસવાટ કરતા ભારતીય સમાજના આગેવાનો અને આમંત્રીત મહેમાનો મોટી સંખ્યામાં હાજરી આપશે.

આ દિવસે જૈન સેન્ટરમાં ગુરૃદેવ ચિત્રભાનુજીની આરસમાંથી તૈયાર કરવામાં આવેલ અર્ધ પ્રતિમાની અનાવરણ વિધી કરવામાં આવશે. ૯૫ જેટલી વચે પહોચેલા ગુરૃદેવ ચિત્રભાજીનો જન્મ રાજસ્થાન રાજયમાં આવેલ પાલી ડીસ્ટ્રીકટના તખ્તગઢ ગામમાં થયો હતો અને તેમણે ૨૦ વર્ષની વયે દિક્ષા ગ્રહણ કરી હતી અને તેમનું મુની ચંદ્રપ્રભા સાગરજી રાખવામાં આવ્યું હતું તેમણે ૨૯ વર્ષ સુધી સાધુપણુ જીવન વિતાવ્યા બાદ સને ૧૯૭૦માં જીનીવામાં બીજી ધાર્મિક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આમંત્રણ મળતા જૈન ધર્મનો વધુ પ્રચાર થાય તે માટે તેમણે જૈન ધર્મના સાધુપણાને નિલાંજલી અર્પીને એક સામાન્ય શ્રાવક તરીકે નવુ જીવન શરૃ કર્યુ અને ૧૯૭૧ની સાલમાં પ્રમોદાબેન સાથે લગ્ન કર્યા અને ૧૯૭૧માં અમેરીકા આવ્યા ત્યાર બાદ ન્યુયોર્કના મેનહટન વિસ્તારમાં જૈન મેડીટેશન ઇન્ટરનેશનલ સેન્ટરની સ્થાપના કરી તેઓ ૧૯૭૫ની સાલમાં જૈન મુનિ સુશીલકુમારના સમાગમમાં આવ્યા અને જૈન ધર્મના પ્રચાર શરૃ કર્યો. અમેરીકાના જુદા જુદા રાજયોમાં કાર્ય કરતા જૈન સમુદાયના તમામ લોકો એકત્રીત થાય તેવા તેમના પ્રયાસો રહ્યા હતા અને તેથી તેમણે જૈનોની એક સંસ્થા જૈનાના નામથી શરૃ કરી અને તેના સ્થાપક તરીકે તેઓ રહ્યા છે.

શિકાગોના જૈન સેન્ટર સાથે તેમનો અનેરો નાતો રહ્યો હતો અને તેમના માર્ગદર્શન હેઠળ આ સંધે અનેક પ્રકારના પ્રગતિ કરેલ હોવાથી રજતજયંતિ મહોત્સવના પ્રસંગે તેમની યાદગીરી સ્વરૃપે આ સંસ્થાના સંચાલકોએ તેમની આરસની અર્ધ પ્રતિમા તૈયાર કરવાનો નિર્ણય કર્યો હતો અને તેની અનાવરણ વિધિ જૂન માસની ૩૦મી તારીખે કરવામાં આવશે.

શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદનું આયોજન આજથી સવાસો વર્ષ પહેલા સને ૧૮૯૩માં કરવામાં આવ્યું હતું અને તે વેળા આ પરિષદમાં ભાગ લેવા માટે મહુવાના રહીશ વિચ્ચંદ રાઘવજી ગાંધી એક જૈન વિધ્વાન તરીકે આ ધર્મ પરિષદમાં ભાગ લેવા માટે ખાસ શિકાગો પધાર્યા હતા અને તેમના અત્રેના આગમનને ૧૦૦ વર્ષ ૧૯૯૩ની સ્મૃતિ કાયમ રહે તે માટે મહુવાના જૈન સંઘના સંચાલકોએ વિચ્ચંદ રાઘવજી ગાંધીની આરસની અર્ધ પ્રતિમાજી જૈન સંઘને ભેટમાં આપી હતી. અને તેની અનાવરણ વિધિ (૧)કિશોર અને રરમી શાહ (૨)રવિન્દ્ર અને પલ્લવી કોબાવાલા તેમજ (૩)બિપીન અને રેખા પરીખના વરદ હસ્તે ૧૯૯૩માં કરવામાં આવી હતી અને હવે આ સેન્ટરમાં બીજી આરસની અર્ધપ્રતિમા ગુરૃદેવ ચિત્રભાનુજીની પ્રસ્થાપિત થનાર હોવાથી શિકાગોના જૈન સંઘના સભ્યોમાં આનંદની લાગણીઓ પ્રસરેલી જોવા મળે છે.

(9:57 pm IST)