Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું મહત્વનું એલાન : ચાઈનીઝ સંશોધકો અને સ્ટુડન્ટ્સ માટે અમેરિકામાં " નો એન્ટ્રી "

વોશિંગટન : કોરોના વાઇરસ મુદ્દે ચીને સમગ્ર વિશ્વને અંધારામાં રાખી લાખો લોકોને મોતના મુખમાં ધકેલી દીધા છે.જે પૈકી એક લાખ જેટલા અમેરિકન નાગરિકો મૃત્યુ પામ્યા છે.તેમજ અર્થતંત્ર ડામાડોળ થઇ ગયું છે.તેવા સંજોગોમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આ અગાઉ પણ ચીનને તેના પરિણામો ભૉગવવા ચીમકી આપી ચુક્યા છે.જેનો હવે અમલ કરવાનું શરૂ કરી દીધું છે.
તાજેતરમાં ટ્રમ્પએ કરેલી ઘોષણાં મુજબ પીપલ્સ લિબ્રેશન્સ આર્મી ( પીએલએ ) સાથે નાતો ધરાવતા ચાઈનીઝ સંશોધકો અને  સ્ટુડન્ટ્સ માટે તેમણે અમેરિકામાં પ્રવેશ ઉપર પાબંદી મૂકી દીધી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:33 pm IST)