Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

અમેરિકામાં અમુક ચાઈનીઝ નાગરિકોના પ્રવેશ ઉપર પાબંદી : રોકાણો ઉપર પણ કડક નિયંત્રણ : પ્રેસિડન્ટ ટ્રમ્પ ચીન વિરુદ્ધ આકરા પાણીએ

વોશિંગટન : કોરોના વાઇરસ મુદ્દે વિશ્વને અંધારામાં રાખવા બદલ અમેરિકાના પ્રેસિડન્ટ હવે ખુલ્લેઆમ ચીનનો વિરોધ કરી રહ્યા છે.કારણકે ચીનમાંથી ફેલાયેલા મનાતા કોરોના વાયરસે  સમગ્ર વિશ્વમાં  લાખો લોકોનો  ભોગ લીધો છે.જેની સૌથી વધુ અસર અમેરિકામાં જોવા મળી રહી છે.જ્યાં નાગરિકોના મૃત્યુનો આંક એક લાખને પાર કરી ગયો છે.તેમજ અર્થતંત્ર અસ્તવ્યસ્ત થઇ ગયું છે.

આથી નારાજ થયેલા અમેરિકાના પ્રેસિડન્ટ ચીન વિરુદ્ધ અનેક પગલાંઓ લઇ રહ્યા છે.જે અંતર્ગત તેમણે તાજેતરમાં જાહેર કર્યા મુજબ અમેરિકામાં ચીનના અમુક લોકોને પ્રવેશ આપવામાં નહીં આવે તેમજ ચીન દ્વારા અમેરિકામાં કરવામાં આવતાં રોકાણો ઉપર પણ કડક નિયંત્રણો મૂકી દેવામાં આવ્યા  છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:03 pm IST)